BSNLના 40,000થી વધુ કર્મચારીએ પસંદ કર્યો VRSનો વિકલ્પ

09 November, 2019 06:22 PM IST  |  Mumbai Desk

BSNLના 40,000થી વધુ કર્મચારીએ પસંદ કર્યો VRSનો વિકલ્પ

સાર્વજનિક ક્ષેત્રની દૂરધ્વની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના 40,000થી વધારે કર્મચારીઓએ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS)ની પસંદગી કરી ચૂક્યા છે. કંપની દ્વારા ત્રણ દિવસ પહેલાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના ચેરમેન તેમજ પ્રબંધ નિર્દેશક પી. કે. પુરવારે આ માહિતી આપી છે.

જણાવીએ કે સરકારે ગયા મહિને બીએસએનએલ અને મહાનગર દૂરધ્વનિ નિગમ લિમિટેડ (એમટીએનએસ)ના પુનરોદ્ધાર માટે 69,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આમાં નુકસાનમાં ચાલતી બન્ને કંપનીઓનું વિલિનીકરણ કરવું, તેમની પરિસંપત્તિઓનું મુદ્રીકરણ કરવું, કર્મચારીઓને વીઆરએસ આપવું વગેરે સામેલ છે. સરકારનો ઇરાદો છે કે સંયુક્ત કંપનીના બે વર્ષની અંદર નફામાં લેવામાં આવે. બીએસએનએલએ પાંચ નવેમ્બરને વીઆરએસની ઘોષણા કરી. કંપનીએ કુલ દોઢ લાખ કર્મચારીઓમાંના લગભગ એક લાખ કર્મચારીઓ વીઆરએસના ક્ષેત્રમાં છે. જણાવીએ કે વીઆરએસ આવેદન માટે કર્મચારીઓ પાસે ત્રણ ડિસેમ્બર સુધીનો સમય છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

પુરવારે કહ્યું, "વીઆરએસ યોજના માટે અત્યાર સુધી 40,000થી વધારે કર્મચારી રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આમાંથી લગભગ 26,000 કર્મચારી સમૂહ 'ગ'ના છે. બધી જ શ્રેણીઓના કર્મતારીઓથી આ યોજનાને સારી પ્રતિક્રિયા મળી છે." બીએસએનએલનું માનવું છે કે લગભગ 70થી 80 હજાર કર્મચારી આ યોજનાની પસંદગી કરશે. કંપનીનું માનવું છે કે આનાથી તેમના વેતન ખાતામાં લગભગ 7,000 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. બીએસએનએલની વીઆરએસ યોજનામાં કંપનીના 50 વર્ષ કે તેનાથી વધારે આયુના બધાં જ નિયમિત અને સ્થાઇ કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે જે પ્રતિનિયુક્તિ પર બીએસએનએલથી બહાર કોઇક અન્ય સંગઠન કે વિભાગમાં નિયુક્ત છે.

bsnl business news