ડિજીટલ ચુકવણીને વેગ આપવા 1થી 10 લાખ સુધીની રોડક ઉપાડ પર ટેક્ષ ઝીકાશે

10 June, 2019 12:50 PM IST  |  મુંબઈ

ડિજીટલ ચુકવણીને વેગ આપવા 1થી 10 લાખ સુધીની રોડક ઉપાડ પર ટેક્ષ ઝીકાશે

File Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સત્તા પર આવ્યા બાદ દેશમાં ડિજીટલ ઉપયોગ પર ભાર મુક્યો હતો. જેને વધુ વેગ આપવા માટે PM મોદી બીજીવાર સરકાર બનાવ્યા બાદ વધુ એક પગલું લેવા જઇ રહ્યા છે. હવે ડિજીટલ ચલણને વેગ આપવા માટે આ દિશામાં સરકાર વધુ એક પગલું ભરવા જઈ રહી છે. મોદી સરકાર એક વર્ષમાં ૧૦ લાખ રૂપિયા કેશ ઉપાડ કરનાર પર ટેકસ લગાવે તેવી શકયતા છે. વાસ્તવમાં, સરકાર આ પગલા દ્વારા ચલણી નોટના ઉપયોગને ઘટાડવા માગે છે અને કાળા નાણાં ફરતે ગાળીયો કસવાનું કામ કરવા લમાગે છે. તો સાથે સાથે ડિજિટલ પેમેન્ટના ઉપયોગને વધારવા માગે છે.

શું કહે છે સરકારી સુત્રો
સરકારી સૂત્રોએ જણાવ્યું કે તમામ મોટી રકમના ઉપાડ માટે આધાર વેરિફિકેશનને પણ ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે. માનવામાં આવે છે કે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવાથી વ્યકિતગત અને ટેલી ટેકસ રિટર્નના ટ્રેકને સરળ રીતે ટ્રેક કરી શકાશે. આમ કરવામાં સરકાર કદાચ વધુ એક આગળનું પગલું ભરી શકે છે. જેમાં રૂ 50,000 થી વધુની જમા કરવા પર આધાર કાર્ડ ફરજિયાત છે. તેવામાં આધાર નંબરની સાથે ઓટીપી શરે કરીને એ પણ સુનિશ્યિત કરવામાં આવશે કે કોઈ બીજાના આધાર નંબરનો દુર ઉપયોગ કરવામાં નથી આવતો. એક અધિકારીએ જણાવ્યું કે, મનરેગા લાભાર્થીઓને આધાર વેરિફિકેશનની જરુર રહે છે. પરંતુ હાલ ૫ લાખ રુપિયા ઉપાડ કરતા વ્યકિતઓને તેની આવશ્યકતા નથી. સરકારનું માનવું છે કે મોટભાગના વેપાર અને નાના મધ્યમ કદના વેપારીઓને વાર્ષિક રુ.૧૦ લાખથી વધુના રોકડ ઉપાડની જરુરિયાત રહેતી નથી.



આગામી 5 જુલાઇના રોજ બજેટ રજુ થશે
આગામી 5 જુલાઈના રોજ રજૂ થનાર બજેટ પહેલા આ અંગે વિચાર અને ચર્ચા કરવામાં આવશે. જોકે સરકારી સૂત્રો મુજબ આ પ્લાનને હજુ સુધી અંતિમ રુ 5 આપવામાં આવ્યું નથી. હા એક બાબત ચોક્કસ છે કે સરકાર એવું એક પણ પગલું ભરવા નથી માગતી જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગના વ્યકિતઓ પર કોઈ ભાર પડે. જયારે આ સૂત્રે આ નિયમ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે
, 'જયારે ડિજિટલ પેમેન્ટને જ પ્રોત્સાહિત કરવું છે. ત્યારે શા માટે કોઈને પણ રુ.૧૦ લાખ સુધીના રોકડ લેવડ-દેવડની છૂટ આફવી જોઈએ? ગત સપ્તાહમાં જ ઘોષણા કરી કે NEFT  અને RTGS  પર હવે કોઈ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. તેમજ કાર્ડના ઉપયોગ પર પણ લગાડવામાં આવતા ચાર્જ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ મામલે નાણાં મંત્રાલયના સૂત્રે કહ્યું કે, 'ડિજિટલ પમેન્ટને પ્રોત્સાહિત કરવા અને અર્થવ્યવસ્થામાં રોકડનો ઉપયોગ કેટલો છે.

તેની પૂર્ણ તપાસ માટે ખૂબ લાંબાગાળાનો પ્લાન અમલમાં મૂકવો પડશે.
' ૨૦૧૬ના અંતમાં આંધ્ર પ્રદેશના તત્કાલીન સીએમ ચંદ્રબાબુ નાયડૂની અધ્યક્ષતામાં જુદા જુદા રાજયોના મુખ્યમંત્રીઓની એક ઉચ્ચસ્તરીય પેનલ રુ.૫૦૦૦૦થી વધુના રોકડ ઉપાડ પર ટેકસને ફરીથી લગાવવાની ભલામણ કરી હતી. સાથે જ રોકડના ઉપયોગને માર્કેટમાં ઓછો કરવાના ઉપાય પણ દર્શાવ્યા હતા. જોકે રોકડ ઉપાડ પર ટેકસના પ્રસ્તાવને લાગુ કરવામાં આવ્યો નહોતો. બીજી તરફ કાળા નાણાં પર SIT માં પણ અર્થવ્યવસ્થામાં રોકડના ઉપાડને ઓછો કરવા અનેક પગલા ઉઠાવ્યા છે. જોકે તેમાંથી ઘણા પગલા હજુ સુધી લાગુ જ કરવામાં નથી આવ્યા.

business news