મારુતિ સુઝુકીનાં કાર નવા વર્ષથી મોંઘી થશે

03 December, 2022 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાચા માલમાં વધારો અને પર્યાવરણ અનુરૂપ કડક નિયમોની અસરે ભાવ વધારશે

પ્રતીકાત્મક તસવીર

મારુતિ સુઝુકી ઇન્ડિયા નવા વર્ષના જાન્યુઆરીથી એનાં વાહનોના ભાવમાં નોંધપાત્ર વધારો કરશે, કારણ કે એ વધતા ઇનપુટ ખર્ચની અસરને સરભર કરવા અને એપ્રિલ ૨૦૨૩થી શરૂ થતાં કડક ઉત્સર્જન ધોરણોને અનુરૂપ મૉડલ રેન્જને અપડેટ કરવાની જોગવાઈ કરવા માગે છે.
શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં, દેશની સૌથી મોટી કાર નિર્માતાએ જણાવ્યું હતું કે એ એકંદર ફુગાવા અને તાજેતરની નિયમનકારી આવશ્યકતાઓને કારણે ખર્ચના દબાણમાં વધારો જોવાનું ચાલુ રાખે છે.
જ્યારે ઑટોમેકર ખર્ચ ઘટાડવા અને વધારાને આંશિક રીતે સરભર કરવા માટે મહત્તમ પ્રયાસ કરે છે ત્યારે કિંમત વધારા દ્વારા કેટલીક અસર પસાર કરવી હિતાવહ બની ગયું છે, એમ એણે ઉમેર્યું હતું.
કંપનીએ જાન્યુઆરી ૨૦૨૩માં કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી છે જે તમામ મૉડલ્સમાં અલગ-અલગ હશે, ઑટો મેજરે વધારાનું ચોક્કસ પ્રમાણ જાહેર કર્યા વિના જણાવ્યું હતું.
મારુતિ સુઝુકી ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઑફિસર માર્કેટિંગ ઍન્ડ સેલ્સ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાંની સરખામણી કરીએ તો કૉમોડિટીના ભાવ હજી પણ ઊંચા સ્તરે છે. આ ઉપરાંત દરેક ઇનપુટ ખર્ચ પર સામાન્ય ફુગાવાનું દબાણ હોય છે, પછી એ ઊર્જા હોય કે સામગ્રી અથવા માનવશક્તિ ખર્ચ. પછી નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવાની આવશ્યકતા છે તેમ તેમણે કહ્યું. કંપનીએ આવતા વર્ષે એપ્રિલથી શરૂ થનારા BS-VI ઉત્સર્જન ધોરણોના બીજા તબક્કા માટે મૉડલ તૈયાર કરવાની જરૂર છે.

business news maruti suzuki