સપ્ટેમ્બરમાં ઉત્પાદન કામકાજ આઠ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યું

01 October, 2020 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સપ્ટેમ્બરમાં ઉત્પાદન કામકાજ આઠ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી બાદ અર્થતંત્ર સંબંધિત હંમેશા નકારાત્મક સમાચાર જ આવ્યા છે. લૉકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવતી હોવા છતાં એવુ લાગતુ હતું કે કામકાજ હજી પહેલા જેવુ સામાન્ય થયુ નથી. ગઈ કાલે જ સમાચાર આવ્યા હતા કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો છે, જોકે આજના સકારાત્મક સમાચાર એ છે કે ભારતનું ફેક્ટરી કામકાજ સપ્ટેમ્બરમાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યું છે.

આઈએચએસ માર્કિટનો નિક્કી મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) સપ્ટેમ્બરમાં 56.8 થયો છે, જે ઑગસ્ટમાં 52 હતો. 50ની ઉપર પીએમઆઈ વિસ્તરણને સંકોચનથી દૂર રાખે છે.

સાત મહિના બાદ સ્થાનિક અને વિદેશી માગમાં વધારો થતા ઉત્પાદનના સબ-ઈન્ડેક્સના હિસાબે સપ્ટેમ્બરમાં ઉત્પાદન ડિસેમ્બર 2007 બાદ સૌથી વધુ થયુ છે અને નવા ઓર્ડર ફેબ્રુઆરી 2012 બાદ સૌથી ઝડપી ગતિએ વધ્યા છે. 

business news coronavirus covid19 lockdown