મૅક્રોટેક ડેવલપર્સે આઇપીઓ પહેલાં ઍન્કર રોકાણકારો પાસેથી ૭૪૦ કરોડ રૂપિયા ઊભા કર્યા

08 April, 2021 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્કર રોકાણકારોને દરેક શૅરદીઠ ૪૮૩-૪૮૬ રૂપિયાના ભાવે ૧.૫૨ કરોડ શૅર ફાળવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

રિયલ્ટી ક્ષેત્રની અગ્રણી મૅક્રોટેક ડેવલપર્સ લિમિટેડે બુધવારે ૭ એપ્રિલે મૂડીબજારમાં આઇપીઓ ખૂલે એની પહેલાં મંગળવારે ૧૪ ઍન્કર રોકાણકારો પાસેથી ૭૪૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીએ માહિતી આપી હતી કે એણે ઍન્કર રોકાણકારોને દરેક શૅરદીઠ ૪૮૩-૪૮૬ રૂપિયાના ભાવે ૧.૫૨ કરોડ શૅર ફાળવ્યા છે. ઍન્કર રોકાણકારોમાં ૧૨ જેટલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભાગ લીધો હતો, જેમાં નોમુરા, ઇવાનહો કૅમ્બ્રિજ, વેલિંગ્ટન ઍસેટ મૅનેજમેન્ટ, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી, પ્લૅટિનમ ઍસેટ મૅનેજમેન્ટ, માર્શલ વેસ, બ્રૂકફીલ્ડ ઍસેટ મૅનેજમેન્ટ, સેગન્ટિ, યૉર્ક, ઑક્સબો અને ડિસ્કવરીનો સમાવેશ થાય છે. એક મ્યુચ્યુઅલ ફંડ સહિતના બે સ્થાનિક રોકાણકારો – એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અને પ્રેમજી ઇન્વેસ્ટને આશરે ૩૫.૩ કરોડ રૂપિયામાં લગભગ ૭.૩ લાખ શૅર ફાળવવામાં આવ્યા છે.

business news