માર્ચમાં રાંધણ ગૅસની કિંમતમાં ઘટાડો થ‍ઈ શકે છેઃ ધર્મેન્દ્ર પ્રધાન

22 February, 2020 07:54 AM IST  |  New Delhi

માર્ચમાં રાંધણ ગૅસની કિંમતમાં ઘટાડો થ‍ઈ શકે છેઃ ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

આમ આદમી માટે સરકાર તરફથી રાહતના સમાચાર છે. ગેસ સિલિન્ડરના ભાવ આગામી મહિને ઘટી શકે છે. આ વાતનો સંકેત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં કહ્યું કે રાંધણ ગેસની કિંમતોમાં આગામી મહિને ઘટાડો થઇ શકે છે. પ્રધાન બે દિવસના છત્તીસગઢ રાજ્યના પ્રવાસે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.

એલપીજીની કિંમતોમાં સતત થઇ રહેલા વધારા સાથે સંબંધિત સવાલનો જવાબ આપતા મંત્રીએ કહ્યું, આ સાચું નથી કે કિંમત સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારના કારણે આ મહિને કિંમતોમાં વધારો થયો. જો કે એવા સંકેત છે કે આગામી મહિને તેની કિંમતો ઘટી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે શિયાળા દરમિયાન એલપીજીનો વપરાશ વધ્યો હતો, જેના કારણે આ ક્ષેત્રમાં દબાણ વધી ગયું હતુ. આ મહિને કિંમતોમાં વધારો થયો જ્યારે આગામી મહિને તેમાં ઘટાડો થશે. ગત અઠવાડિયે સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડર (૧૪.૨ કિલો)ના ભાવમાં ૧૪૯ રૂપિયાનો વધારો થયો છે.

business news