આજથી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો ખિસ્સા પર પડશે કેટલો બોજ!

01 June, 2019 05:02 PM IST  |  મુંબઈ

આજથી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો ખિસ્સા પર પડશે કેટલો બોજ!

રાંધણ ગેસના ભાવમાં થયો વધારો

નવો મહિનો શરૂ થતાની સાથે ખર્ચ લઈને આવ્યો છે. રાંધણ ગેસ એટલે કે LPGના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં હવે સબ્સિડી વાળો LPG સિલિન્ડર(14.2 કિલો) 497.37 રૂપિયાનો મળશે જેની કિંમત પહેલા 496.14 રૂપિયા હતી. આ પ્રકાર કોલકાતામાં આજથી કિંમત 500.52 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 499.86 રૂપિયા હતી. મુંબઈમાં રાંધણ ગેસ 495.09 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળશે જેની પહેલા કિંમત 493.86 રૂપિયા હતી. ચેન્નઈમાં પ્રતિ સિલિન્ડર 1.23 રૂપિયાનો વધારો થયો છે. IOCLના અનુસાર દિલ્હીમાં સબ્સિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતોમાં 1.23 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દર મહીનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે.

હવે વાત કરીએ સબ્સિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરની. 1 જૂનથી દિલ્હીમાં તેની કિંમતો 25 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 737. 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. કોલકાતામાં સબ્સિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમત હવે 738.50 ની જગ્યાએ 763.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તેની કિંમત 709.50 થી વધીને 753 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પે મૅક્સિકોની ચીજો પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદતાં સોનું ઊછળ્યું

19 કિલો વાળા LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેની કિંમત દિલ્હીમાં 1328 રૂપિયા, કોલકાતામાં 1376 રૂપિયા, મુંબઈમાં 1275 રૂપિયા અને ચેન્નઈમાં 1427 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

business news