લૉકડાઉનને લીધે રાજ્યોને ૯૧,૧૦૦ કરોડનું નુકસાન

15 May, 2020 04:08 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

લૉકડાઉનને લીધે રાજ્યોને ૯૧,૧૦૦ કરોડનું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના કારણે દેશના ૨૧ રાજ્યોને એપ્રિલ માસમાં ૯૧,૧૦૦ કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન થયુ છે. જેમાં સૌથી વધારે મહેસુલી આવકમાં નુકસાન ગુજરાતને થયું હોવાના અહેવાલ છે. આ સાથે દેશના રાજ્યોમાં એપ્રિલ માસમાં જીએસટી આવક ૨૬,૯૬૨ કરોડ ઘટી છે. દેશના ૨૧ રાજ્યોમાં સૌથી વધારે નુક્સાન એ ગુજરાતને થયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એ દેશમાં આર્થિક રાજ્યો છે. આ બંને રાજયોની આવક એ અતિ અગત્યની છે. દેશમાં કોરોના સૌથી વધુ આ બે રાજ્યોમાં વકરતાં તેઓ દેશમાં પ્રથમ અને બીજા નંબરે છે. જેને પગલે લૉકડાઉનનો સૌથી કડક અમલ અહીં કરાતાં સરકારની આવકને ફટકો પડ્યો છે. જોકે, આજે નીતિન પટેલે ગુજરાતમાં ૭૦ ટકા ઉદ્યોગો શરૂ કરાયા હોવાની જાહેરાત કરી છે.

એક્સાઈઝ ડ્યુટીની વસૂલીમાં ૧૩,૭૮૫ કરોડનું નુકસાન થયુ છે. ઈન્ડિયા રેટિંગના રિપોર્ટ પ્રમાણે વિમાન, પર્યટન અને હોટલ સહિત હોસ્પિટાલિટીની સુવિધા બંધ થવાના કારણે ઉદ્યોગ-વેપાર બંધ થયા છે. જેથી દેશના તમામ રાજ્યની મહેસૂલી આવક ઘટી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનમાં ૧૧,૩૯૭ કરોડ, વીજળી ટેક્સમાં ૩,૪૬૪ કરોડ રૂપિયાનું નુકસાન દેશના રાજ્યોને થયું છે. જે રાજ્યમાં સૌથી વધારે નુકસાન થયું તેમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

business news