એલઆઇસીનો આઇપીઓ ત્રણ ગણો, પૉલિસીધારકનો હિસ્સો છ ગણો ભરાયો

10 May, 2022 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ  કેટેગરીમાં ૨.૮૩ ગણો ઇશ્યુ ભરાયો હતો

પ્રતીકાત્મક તસવીર

લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એલઆઇસી)નો મેગા આઇપીઓ સોમવારે ઑફર સમયગાળાના છેલ્લા દિવસે ૨.૯૫ ગણો ભરાયો છે, જે સરકારને આશરે ૨૧ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરશે. સ્ટૉક એક્સચેન્જના સાંજે સાત વાગ્યા સુધીના આંકડાઓ મુજબ વીમા કંપની દ્વારા ૧૬,૨૦,૭૮,૦૬૭ શૅરની ઑફરની સામે ૪૭,૮૩,૨૫,૭૬૦ બીડ પ્રાપ્ત થઈ હતી. જેમાં પૉલિસીધારકોનો હિસ્સો છ ગણાથી થોડો વધારે સબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે કર્મચારીઓ માટે તે ૪.૪ ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ  કેટેગરીમાં ૨.૮૩ ગણો ઇશ્યુ ભરાયો હતો, આ સેગ્મેન્ટના ૩.૯૫ કરોડ શૅર સામે ૧૧.૨૦ કરોડ શૅરની બીડ આવી હતી.

બિન-સંસ્થાકીય રોકાણકારોના સંદર્ભમાં કેટેગરી માટે આરક્ષિત ૨,૯૬,૪૮,૪૨૭ શૅર માટે કુલ ૮,૬૧,૯૩,૦૬૦ બીડ પ્રાપ્ત થઈ હતી, જે ૨.૯૧ ગણી બીડ બતાવે છે.

business news lic india