ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો કયો છે અંતિમ દિવસ

24 October, 2020 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો કયો છે અંતિમ દિવસ

પ્રતીકાત્મક તસવીર

નાણાં મંત્રાલયે વ્યક્તિગત કરદાતાઓ માટે આયકર રિટર્ન ભરવાની સમયસીમા લંબાવી દેવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિદત કરદાતાઓ માટે નાણાંકીય વર્ષ 2019-20નું ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમયસીમા એક મહિનો હજી લંબાવીને 31 ડિસેમ્બર 2020 સુધી કરી દીધી છે. આ પહેલા, ટેક્સપેયર્સ માટે આઇટીઆર (ITR) ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. નાણાં મંત્રાલયે શનિવારે આ માહિતી આપી.

મંત્રાલયે કહ્યું કે જે કરદાતાઓના ખાતાની ઑડિટ કરવાની જરૂર છે, તેમની માટે આઇટીઆર ભરવાની તારીખ બે મહિના લંબાવીને 31 જાન્યુઆરી 2021 કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (CBDT)એ એક નિવેદનમાં કહ્યું, "જે કરદાતાઓ માટે આયકર રિટર્ન ભરવાની સમય-સીમા લંબાવતા પહેલા 31 જુલાઇ 2020 હતી, તેમની માટે સમય-સીમા 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી દેવામાં આવી છે." આ રીતે જે કરદાતાઓના ખાતાઓની ઑડિટ કરવાની જરૂર છે અને જેની સમયસીમા પહેલા 31 ઑક્ટોબર 2020 હતી, તે હવે 31 જાન્યુઆરી 2021 સુધી આઇટીઆર ભરી શકે છે.

સીબીડીટીએ કહ્યું કે કરદાતાઓને આઇટીઆર ભરવામાં વધારે સમય આપવા માટે સમય-સીમા લંબાવી દેવામાં આવી છે. આ પહેલા, સરકારે મેમાં નાણાંકીય વર્ષ 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની સમયસીમાને 31 જુલાઇથી લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી હતી.

2018-19નું આઇટીઆર ભરવા માટે લંબાવવામાં આવી હતી આ તારીખ
તાજેતરમાં આયકર વિભાગે 2018-19ના આયકર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ બે મહિના લંબાવીને 30 નવેમ્બર કરી દીધી હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (CBDT)એ આદેશમાં કહ્યું હતું કે કોરોનાવાયરસ સંકટ દરમિયાન કરદાતાઓએ રજૂ કરેલી મુશ્કેલીઓને જોતાં આ નિર્ણય લીધો હતો.

business news national news