L AND Tનો લાસ્ટ ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૪૧૮ કરોડ રૂપિયા

11 May, 2019 09:50 AM IST  |  મુંબઈ

L AND Tનો લાસ્ટ ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૪૧૮ કરોડ રૂપિયા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન ઍન્ડ ટુબ્રોનો ગત જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૪૧૮.૨૪ કરોડ રૂપિયા થયો છે. પાછલા વર્ષે સમાન અરસામાં થયેલા ૩૧૬૭.૪૭ કરોડના નફાની તુલનાએ આ નફો ૭.૯ ટકા હોવાનું બીએસઈને મોકલાયેલા ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું છે.

સમીક્ષા હેઠળના ક્વૉર્ટરની કન્સોલિડેટેડ આવક પાછલા વર્ષના ૪૧,૦૯૧.૦૪ કરોડ રૂપિયાથી વધીને ૪૫,૫૫૫.૨૯ કરોડ રૂપિયા થઈ છે. સમગ્ર ગ્રુપની કન્સોલિડેટેડ ઑર્ડર બુક ગત ૩૧ માર્ચના રોજ ૨,૯૩,૪૨૭ કરોડ રૂપિયાની હતી. તેમાં આંતરરાષ્ટ્રીય ઑર્ડરનું પ્રમાણ ૨૨ ટકા છે. કંપનીના ર્બોડ ઑફ ડિરેક્ટર્સે પ્રતિ શૅર ૧૮ રૂપિયાનું ડિવિડંડ ચૂકવવાની ભલામણ કરી છે.

આ પણ વાંચોઃ જેટને બે અનસૉલિસિટેડ બિડ મળી, એકની હજી અપેક્ષા : એસબીઆઇ

business news