નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૧૪૫૦ રસાકસીની સપાટી

14 October, 2019 09:23 AM IST  |  મુંબઈ | ચાર્ટ મસાલા- અશોક ત્રિવેદી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૧૪૫૦ રસાકસીની સપાટી

જાણો નિફ્ટીનું ફ્યુચર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૧૧૩.૭૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૯૬.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૩૧૧.૭૦ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૫૩.૭૭ પૉઇન્ટના નેટ સુધારે ૩૮૧૨૭.૦૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૮૧૪૫ ઉપર ધ્યાન સારું ગણાય. ૩૮૫૦૫ ઉપર સુધારાની ઝડપ વધે. ૩૮૫૦૫ ઉપર ૩૮૫૮૦, ૩૮૭૯૫, ૩૯૦૧૦, ૩૯૨૨૫, ૩૯૪૪૧ સુધીની શક્યતા. નીચામાં ૩૭૪૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય. બજારમાં હમણાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનારા સલવાઈ જાય છે. નિફટી ફ્યુચરમાં આખા દિવસમાં ૨૦૦ પૉઇન્ટની વધ-ઘટ થઈ જાય છે. ઉપરથી નીચે કરે, પાછું નીચેથી ઉપર કરે, પાછું નીચે કરે. બન્ને બાજુ સલવાડી દે. માટે સાવચેત રહેવા જેવું છે.
માઇન્ડ ટ્રી (૭૨૪.૯૦) ૬૬૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૧ ઉપર ૭૩૯ કુદાવે તો ૭૫૧, ૭૭૨ સુધીની શક્યતા. નીચામાં ૭૨૦ નીચે ૭૧૧ સપોર્ટ ગણાય.
નાલ્કો (૩૯.૮૫) ઉપરમાં ૪૯.૦૫ સુધી ગયા બાદ નરમાઇતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ
પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧ ઉપર ૪૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭ નીચે ૩૨.૫૦, ૨૮ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૮૧૩૫.૭૫) ૩૦૯૭૪.૮૦નાં ટૉપથી નરમાઇતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૬૦૦ ઉપર ૨૮૯૦૦ કુદાવે તો ૨૯૨૦૦ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૬૫૨ નીચે નબળાઈ વધતી જોવાય.

business news