Pan Card, Aadhar Cardને લગતા આ નિયમ બદલાયા

09 July, 2019 04:55 PM IST  |  મુંબઈ

Pan Card, Aadhar Cardને લગતા આ નિયમ બદલાયા

બજેટમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈ કેટલાક નિયમ બદલાઈ ચૂક્યા છે. આજે અમે તમને એવા નિયમનોની માહિતી આપીશું જે બજેટ બાદ બદલાયા છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે જ્યા જ્યાં પાન નંબર આપવો પડતો હતો, ત્યાં હવે આધાર નંબર આપી શકાશે. એટલે કે જ્યાં પણ પાન કાર્ડ જરૂરી હતું ત્યાં હવે આધાર કાર્ડ આપવાનો વિકલ્પ રહેશે. હવે આધાર કાર્ડ અને પાન કાર્ડનો ડેટા એક સાથે જોડાઈ જશે.


ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી 41 કરોડ પાન કાર્ડ બની ચૂક્યા છે, જેમાંથી 22 કરોડ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થઈ ચૂક્યા છે. તો 120 કરોડથી વધુ આધાર કાર્ડ જાહેર થઈ ચૂક્યા છે. અમે તમને જણાવીશું કે ક્યાં ક્યાં પાન કાર્ડ આપવાનું હોય છે, ત્યાં હવે તમે આધાર નંબરથી કામ ચલાવી શક્શો.

આવકવેરા રિટર્ન ભરવા માટે પાન કાર્ડની સાથે આધાર પણ જરૂરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટમાં જાહેરાત કરી છે કે જે લોકો પાસે પાન કાર્ડ નથી તેઓ હવે આધાર નંબરથી ટેક્સ રિટર્ન ફાઈલ કરી શક્શે.

જો તમે 50 હજારથી વધુનું કેશ ટ્રાન્ઝેક્શન કરો છો તો પાન કાર્ડના બદલે આધાર નંબર આપી શકો છો. બેન્કમાં જો તમે 50 હજારથી વધુ રકમ ડિપોઝિટ કરશો તો પણ આધારથી કામ ચાલી જશે.

બાદમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને શેરના ખીદ વેચાણ માટે પણ પાન કાર્ડ જરૂરી છે, અહીં પણ આધારનો ઉપયોગ કરી શકાશે.

જો તમે 2 લાખથી વધુની કિંમતનું સોનું ખરીદો છો તો જ્વેલર્સ તમારી પાસે પાન કાર્ડ માગે છે, ત્યાં પણ તમે આધાર નંબર આપી શકો છો.

આ ઉપરાંત જો તમે ફોર વ્હિલર ખરીદી રહ્યા છો, તો અહીં તમે પાન કાર્ડના બદલે આધાર કાર્ડ આપી શક્શો.

હવે ક્રેડિટ કાર્ડની અરજી માટે પાન કાર્ડ જરૂરી નથી. આધાર નંબરથી કામ ચાલી જશે.

જો તમે કોઈ હોટેલના એક બિલ પર 50 હજાર કે તેનાથી વધુનું કૅસ પેમેન્ટ કરો છો કે પછી વિદેશ યાત્રા પાછળ આટલો ખર્ચ કરો છો તો અહીં પણ પાન કાર્ડના બદલે આધારથી કામ ચાલશે.

કોઈ ઈન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ તરીકે એક વર્ષમાં 50 હજારનું પેમેન્ટ કરો છો તો પણ પાનના બદલે આધાર નંબર આપી શક્શો.

જો તમે એવી કંપનીના 1 લાખ શૅર ખરીદો છો જે લિસ્ટેડ નથી, તો પણ આધાર નંબરથી કામ ચાલી શક્શે.

10 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદવા બદલ પણ તમે આધાર નંબર આપી શક્શો.

આ પણ વાંચોઃ હવે ITR ફાઈલ કરવા માટે જરૂરી નથી PAN કાર્ડ, આનાથી ચાલશે કામ

સરકાર જ્યારે ફાઈનાન્સ બિલને મંજૂર આપશે ત્યારથી આ નિયમ લાગુ થઈ જશે. આ માટે બેન્ક અને અન્ય સંસ્થાઓએ પોતાની સિસ્ટમ બદલવી પડશે. હવે તમને એ સવાલ થશે કે શું પાન કાર્ડનો કોઈ જ ઉપયોગ નથી. તો મહેસૂલ વિભાગના સચિવનું કહેવું છે કે એવું નહીં થાય, કારણ કે લોકો પાસે સેવિંગ અકાઉન્ટ કે આધારનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે. પાન કાર્ડના ઉપયોગની ના નથી પાડવામાં આવી. બનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો.

business news Aadhar