પર્સનલ લોન લેવા માટે આ ડોક્યુમેન્ટ છે જરૂરી, જાણો તમામ માહિતી

04 September, 2019 07:47 PM IST  |  મુંબઈ

પર્સનલ લોન લેવા માટે આ ડોક્યુમેન્ટ છે જરૂરી, જાણો તમામ માહિતી

જો તમારે અચાનક પૈસાની જરૂર પડે તો તમે શું કરશો ? બધા જ લોકો પોતાના મિત્રો કે સંબંધીઓ સાથે વાત કરશે. જો વધારે જરૂર હોય તો મિત્રો કે સંબંધીઓ મદદ કરી શકે એમ ન હોય તો તમારી પાસે પર્સનલ લોન સિવાય કોઈ ઓપ્શન નથી. પર્સનલ લોન માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. તમામ બેન્કો પર્સનલ લોન આપે છે.

પર્સનલ લોનના ફીચર

બેન્ક પોતાની પર્સનલ લોન માટે વધુમાં વધુ એટલી રકમ આપી શકે છે જેટલી તમારી આવક, ક્રેડિટ રિપોર્ટ, લોન ચૂકવવાની ક્ષમતા તથા અન્ય માપદંડો પર આધારિત હોય. પર્સનલ લોન અનસિક્યોર્ડ લોન હોય છે, એટલે બેન્કો ગ્રાહકોની પૂરેપૂરી તપાસ કરે છે.

પર્સનલ લોનના ફાયદા

પર્સનલ લોન ક્રેડિટ કાર્ડની સરખામણીએ એક સારો વિકલ્પ છે, કારણ કે તમે તેમાં ક્રેડિટ કાર્ડની લિમિટ કરતા વધુ રકમ ઉધાર લઈ શકો છો. પર્સનલ લોન મામલે રિપેમેન્ટ ઈએમઆઈથી કરવામાં આવે છે. એટલે તમાને લોન લેતા સમયે જ ખ્યાલ આવશે કે ક્યારે કેટલી રકમ ચૂકવવાની છે.

શું છે એલિજિબિલીટી ?

પર્સનલ લોન માટે જુદી જુદી બેન્કોના એલિજિબિલીટીના નિયમો પણ જુદા છે. તેની ડિટેઈલ માહિતી તમને તમારી બેન્કની વેબસાઈટ પર મળી જશે. પર્સનલ લોન નોકરિયાત વ્યક્તિઓ સાથે સેલ્ફ એમ્પલોયીઝને પણ મળે છે. તેના માટે જરૂરી છે કે તમે પર્સનલ લોન લેવા માટે જરૂરી ઈન્કમ ધરાવતા હોય.

આ દસ્તાવેજ છે જરૂરી

પર્સનલ લોન માટે અરજી કરતા સમયે આવકનું પ્રમાણપત્ર સૌથી મહત્વનો દસ્તાવેજ છે. તમારી નવી સેલરી સ્લીપ કે આવક વેરા રિટર્નની પહોંચ તમે બતાવી શકો છો. આમ તો બેન્ક પર્સનલ લોન માટે જુદા જુદા દસ્તાવેજ માગે છે, પરંતુ આવકનું પ્રમાણ પત્ર બધા જ માગે છે. આ ઉપરાંત એડ્રેસ પ્રૂફ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પણ જરૂરી છે.

પર્સનલ લોન પર વ્યાજ દર

અન્ય લોનની સરખામણીએ તેના પર વ્યાજ વધુ ચૂકવવું પડે છે. સામાન્ય રીતે બેન્ક નક્કી વ્યાજ દર પર ફ્લોટિંગ રેલ લોન અને ફિક્સડ્ રેટ લોન આપે છે.

આ પણ વાંચોઃ 75 વર્ષ બાદ હેવમોર રેસ્ટોરન્ટે બદલ્યું નામ, આ છે નવું નામ

કઈ કઈ બેન્ક આપે છે પર્સનલ લોન ?

State Bank of India, HDFC Bank, ICICI Bank, Kotak Mahindra, IDBI Bank, Standard Chartered Bank, Citibank

business news icici bank state bank of india reserve bank of india union bank of india