જો તમે પણ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો જાણો તેના ફાયદા અને નુકસાન

14 July, 2019 04:25 PM IST  |  મુંબઈ

જો તમે પણ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો જાણો તેના ફાયદા અને નુકસાન

જો તમે પણ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો જાણો તેના ફાયદા અને નુકસાન

આજના સમયમાં ક્રેડિટ કાર્ડ લોકો માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે. એક સમય એવો હતો કે લોકો માત્ર કેશથી જ ખરીદી કરતા હતા, પરંતુ આજના સમયમાં કેશની જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સમયની સાથે લોકો ડિજિટલ થઈ રહ્યા છે તે પ્રકારે પેમેન્ટ કરવાની રીત પણ ડિજિટલ પણ થઈ રહી છે. ક્રેડિટ કાર્ડ વાપરવાના ઘણા ફાયદા છે. જેના કારણે તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને તેના ફાયદા અને નુકસાન બંને ખબર હોવા જોઈએ.

ક્રેડિટ કાર્ડના ફાયદા
ક્રેડિટ કાર્ડને એક નક્કી કરેલી સમય મર્યાદામાં વ્યાજ મુક્ત લોન તરીકે વાપરી શકાય છે. જ્યારે કોઈ પણ વ્યકિતને જરૂર હોય ત્યારે તે ક્રેડિટ કાર્ડથી કોઈ પણ ખરીદી કે સેવા માટે પેમેન્ટ કરી શકે છે. અને 45-50 દિવસની અંદર પાછા આપીને વ્યાજ મુક્ત લોનનો ફાયદો ઉઠાવી શકે છે. ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પડતા ઈએમઆઈની સુવિધાનો પણ લાભ મળે છે. એટલે કે ખરીદી કર્યા બાદ તમામ પૈસા ઈએમઆઈથી પણ ચુકાવી શકાય છે. ઘણા સ્ટોર અને ઑનલાઈન શોપિંગ સાઈટ્સ પર ક્રેડિટ કાર્ડ પર શોપિગ કરવાની ડિસ્કાઉન્ટ અને કેશબેક પણ મળે છે. જેનાથી ગ્રાહકોને ફાયદો થાય છે.

આ પણ વાંચોઃ તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

ક્રેડિટ કાર્ડના નુકસાન
અનેકવાર ઑફરને જોઈને તમે વધુ ખરીદી કરો છો, જરૂર કરતા વધારે ખરીદી પણ કરો છો. જેના કારણે મહિનાના ખર્ચમાં વધારો થઈ જાય છે. એક સમય હતો જ્યારે ખિસ્સામાં પૈસા ન હોય તો કોઈ ખરીદી નહોતી થતી, પરંતુ ક્રેડિટ કાર્ડથી જરૂર ન હોય તો પણ ખરીદી થઈ જાય છે. પહેલા અનેક ખર્ચ પૈસા ન હોય તો રોકાઈ જતા હતા પરંતુ હવે ખર્ચ વધી ગયા છે. જો નક્કી કરવામાં આવેલી સીમામાં પૈસા પાછા ન આપવામાં આવે તો તેના પર ઘણુ વ્યાજ પણ લાગે છે.

business news