જો તમે એપ્રિલમાં જેટ એરવેઝમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે થશે હેરાન

30 March, 2019 10:17 PM IST  |  મુંબઈ

જો તમે એપ્રિલમાં જેટ એરવેઝમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે થશે હેરાન

જેટ એરવેઝ (File Photo)

છેલ્લા ઘણા સયમથી જેટ એરવેઝ નાણાકીય ભીસમાં સપડાઇ ગઇ છે. જેને જોતા તેના માલિક નરેશ ગોયેલ અને તેની પત્નીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. જોકે તેમ છતાં હજુ સુધી જેટ એરવેઝની સમસ્યા દુર નથી થઇ. સેલેરી ન મળવાના કારણે જેટ ઍરવેઝના 1,000થી વધુ પાયલટ હડતાળ પર ઉતરી રહ્યા છે. આ કારણથી 1,000થી વધુ પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. નેશનલ એવિએટર્સ ગિલ્ડે આ વાતની જાણકારી આપી હતી. જેટ ઍરવેઝમાં હાલ કુલ 1,600 જેટલા પાયલટ છે જેમાથી 1,100 જેટલા પાયલટ NAG સાથે જોડાયેલા હોવાથી તે 1 એપ્રિલથી હડતાળ પર ઉતરી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

હજુ સુધી મેનેજમેન્ટ દ્રારા કોઇ સેલેરીને લઇને કોઇ પગલા નથી લેવાયા
આ પહેલા જ NAG દ્વારા કંપનીને માહિતગાર કરવામાં આવી હતી કે જો પાયલટોને 31 માર્ચ સુધીનો પગાર ચુકવવામાં નહી આવે તો તે 1 એપ્રિલથી વિમાની સેવા આપશે નહી. આ વિશે વાત કરતા NAGના પ્રેસિડેન્ટ કરણ ચોપરાએ કહ્યું હતું કે, દેવાની પુન:રચના યોજના હેઠળ 29 માર્ચ સુધી SBI દ્વારા જેટને ફંડ મળવાની આશા હતી જો કે હાલ સુધી કોઈ પણ ફંડ જમા કરાવાયુ નથી.' આ સિવાય મેનેજમેન્ટ દ્વારા પણ પગારને લઈને કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો : ઓછી નથી થઈ રહી જેટ એરવેઝની મુશ્કેલી, પાયલટને આપી ફરજિયાત રજા

છેલ્લા 3 મહિનાથી પાયલોટને પગાર નથી મળ્યો
છેલ્લા 3 મહિનાથી જેટ ઍરવેઝના પાયલટ અને એન્જીનિયર્સ પગાર વગર કામ કરી રહ્યા છે. આ વિશે વાત કરતા એન્જીનિયરોએ કિધું હતું કે આર્થિક તંગીના કારણે અસર તેમના કામ પર પડી રહી છે જેના કારણે વિમાની સુરક્ષા પણ જોખમાઈ છે. જેટ ઍરવેઝના ચેરમેન નરેશ ગોયલ દ્વારા રાજીનામું અપાતા SBIએ દેવાઓની પુન: રચનાની સહમતી આપી હતી. જો કે કંપની અને બેન્ક વચ્ચે સામાન્ય પાયલટ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે જેની અસર સામાન્ય વિમાન મુસાફરો પર પડશે

jet airways