જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે આપ્યું રાજીનામું, પત્નીએ પણ છોડ્યું પદ

25 March, 2019 07:47 PM IST  |  મુંબઈ

જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે આપ્યું રાજીનામું, પત્નીએ પણ છોડ્યું પદ

ચેરમેન પદેથી રાજીનામું

જેટ એરવેઝના ફાઉન્ડર અને પ્રમોટર નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે 25 વર્ષ પહેલા શરુ કરેલી એરલાઈનના પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ ગોયલ અને તેમની પત્ની તરફથી ઔપચારિક ઘોષણા કરી હતી.

એક ટીવી ચેનલના રિપોર્ટ અનુસાર આજે નરેશ ગોયલ લંડનથી જેટના બધા જ 23,000 કર્મચારીઓનું સંબોધન કરશે. જેટના હાલના સીઈઓ વિનય દુબે કંપનીના પોતાના પદ પર બની રહેશે અને કંપનીને સકંટમાંથી કાઢવા પ્રયત્ન કરશે. જેટના કર્જદાતા નરેશ ગોયલ તેમની એરલાઈન્સ કંપનીમાં પૂરા 51 ટકા ભાગીદારી માટે નવા ખરિદારોની શોધ શરુ કરી શકે છે.

 

આ પણ વાંચો: જેટ એરવેઝની મુશ્કેલીઓ વધી : મેનેજમેન્ટ બદલશે તો જ બેન્કો મદદ કરશે

 

SBI મેનેજર અને પૂર્વ જેટ એરવેજ બોર્ડ શ્રીનિવાસન વિશ્વનાથનનેય એરલાઈનને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. વિશ્વનાથન સ્વતંત્ર ડાયરેક્ટ તરીકે આશરે 3 વર્ષ માટે ઓગસ્ટ 2018 સુધી જેટ બોર્ડનો ભાગ રહ્યા હતા. જેટ એરવેઝમાં બીજો મોટો ભાગ ઈતિહાદના નામે રહ્યો છે અને બોર્ડમાં સામેલ રહેશે. ઈતિહાદ નજીકના સમયમાં પોતાનો હિસ્સો 24 ટકાથી ઓછો કરી શકે છે.

jet airways national news