ભારતના GDP કરતા પણ વધુ આ કંપનીના IPOનું બિડિંગ?

31 October, 2020 09:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના GDP કરતા પણ વધુ આ કંપનીના IPOનું બિડિંગ?

ફાઈલ તસવીર

અલીબાબાના સ્થાપક જેક મા એન્ટ ફાઇનાન્સિયલની જાહેર સૂચિ પછી વિશ્વના 11 મા સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે. જેકમાં મા કંપનીમાં કુલ 8.8 ટકા હિસ્સો ધરાવે છે.

હોંગકોંગ અને શાંઘાઈમાં લિસ્ટિંગ થયા પછી, જેક માનો હિસ્સો લગભગ 27.4 અબજ ડોલરનો હશે. અલીબાબાની માલિકીની કંપની એન્ટ ગ્રુપના IPO માટે રોકાણકારોએ 3 લાખ કરોડ (ટ્રિલિયન) ડૉલરની બોલી લગાવી છે. આ રકમ ભારતના કુલ જીડીપી કરતા વધારે છે.

એન્ટ ગ્રુપની લિસ્ટિંગ હોંગકોંગ અને શાંઘાઈ એક્સચેંજ પર રહેશે. 5 નવેમ્બર, 2020 થી જેક માની કંપની એન્ટ ગ્રુપ કો. લિ. શેરનું ટ્રેન્ડિંગ શરૂ થઇ જશે આના માત્ર બે દિવસ પહેલા યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે.

એન્ટ ફાઇનાન્શિયલએ આ IPO દ્વારા 34.4 અબજ અથવા 2.54 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યું હતું.એન્ટ ગ્રુપ કો લિમિટેડનું માર્કેટ વેલ્યુએશન લગભગ 315 અબજ ડૉલર છે. આ કંપનીનું મૂલ્યાંકન ઇજિપ્ત, ફિનલેન્ડ અને બ્રિટનની જીડીપી કરતા પણ વધુ છે. માનવામાં આવે છે કે આ એન્ટ ગ્રુપનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ સાબિત થશે.

હાલમાં આ રેકોર્ડ સાઉદી આરબની તેલ કંપની સાઉદી અરામકો પાસે છે, જેણે ગયા વર્ષે ફક્ત આઇપીઓ દ્વારા 29.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા. આ અગાઉ 2014 માં, અલીબાબા સૌથી મોટી આઈપીઓ કંપની બની હતી. 2014 માં અલીબાબા જૂથે આઇપીઓના માધ્યમે 25 અબજ ડોલર એકત્રિત કર્યા હતા.

business news international news