ITR ભરવાની તારીખમાં બદલાવ, આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન

23 July, 2019 08:19 PM IST  | 

ITR ભરવાની તારીખમાં બદલાવ, આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ (CBDT)એ ઈનકમ ટેક્ષ રિટર્ન ભરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ 2019 હતી જે વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. 31 જુલાઈ સુધી રિટર્ન ભરવામાં પડતી તકલીફોના કારણે રિટર્ન ભરવાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ લંબાવવાના કારણે રિટર્ન ભરવાના બાકી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

છેલ્લા કેટલાક વર્ષથી રિટર્ન ભરવા મામલે આયકર વિભાગે નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે અને નિયત સમયમાં ઈનકમ ટેક્ષ ભરવામાં ન આવે તો દંડ ભરવો પડી શકે છે. આયકર વિભાગ અનુસાર જો 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરવામાં ન આવે તો 5,000 અને 1 જાન્યુઆરી થી 31 માર્ચ સુધી રિટર્ન ભરવામાં ન આવે તો 10,000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે.

આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર પોતાનું રિટર્ન નિ:શુલ્ક ભરી શકો છો આ સિવાય તમે તમારા ટેક્ષને ઈ-ફાઈલ કરવા માટે ઘણી ટેક્ષ ફાઈલિંગ પોર્ટલને પણ પસંદ કરી શકો છે. ઉલ્લેખનીય છે કે, સેલેરાઈઝડ કર્મચારીઓ તેમની સેલેરી અનુસાર ઈ-ફાઈલિંગ રિટર્ન ભરવાનું હોય છે ત્યારે તેમણે આ વિશે ચોક્કસ માહિતી આપવાની રહેશે.

income tax department gujarati mid-day