IRCTC નવરાત્રી પર લાવી શકે છે IPO, રોકાણની સારી છે તક

25 September, 2019 02:18 PM IST  |  મુંબઈ

IRCTC નવરાત્રી પર લાવી શકે છે IPO, રોકાણની સારી છે તક

IRCTC નવરાત્રી પર લાવી શકે છે IPO, રોકાણની સારી છે તક

આ નવરાત્રીમાં ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમનો IPO બજારમાં આવવાનો છે. IRCTCનો આઈપીઓ બજારમાં આવ્યા બાદ રોકાણકારો તેમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકે છે. ન્યૂઝ એજન્સી UNIના એક રિપોર્ટ અનુસાર, IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે કંપનીની યોજના છે કે 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી નવરાત્રી દરમિયાન આઈપીઓ બજારમાં લાવવામાં આવ. જો કે, 29 સપ્ટેમ્બરે રવિવાર હોવાના કારણે આઈપીઓ 30 સપ્ટેમ્બર કે તેના પછી બજારમાં આવી શકે છે.

600 કરોડ જમા કરવાની કંપનીને આશા
IRCTCને આશા છે કે આઈપીઓ બજારમાં આવવાથી કંપની 600 કરોડ જેટલી રકમ એકઠી કરી શકે છે. જણાવી દઈએ કે IRCTCએ આ વર્ષની શરૂઆતમાં IPOની પ્રક્રિયાની શરૂઆત કરી હતી. IRCTCનું ટિકિટ બુકિંગ, હોટલે બુકિંગ, રેલવેની ખાનપાન સેવા અને પર્યટન સાથે જોડાયેલી સેવાઓ આપે છે. મહત્વની છે કે આઈઆરસીટીસીની ટિકિટિંગ વેબસાઈટ પર રોજના 72 લાખ લોગિન થાય છે.

વધી રહ્યો છે કંપનીનો કારોબાર
કંપનીના કારોબારમાં સારો એવો વધારો થયો છે. કંપનીનો કારોબાર 2019માં 1899 કરોડ રૂપિયા હતો, જે ગયા નાણાંકીય વર્ષ કરતા 25 ટકા વધારે છે. કંપનીનો નફો પણ ગયા વર્ષની સરખામણીમાં 23.5 ટકા વધી ગયો.

આ પણ જુઓઃ Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ

57 પીએસયૂના ખાનગીકરણની તૈયારીમાં સરકાર
સરકાર 57 પીએસયૂને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી કરી રહી છે. જે પીએસયૂને ખાનગી હાથમાં સોંપવામાં છે, તેની ઓળખ કરીને નીતિ આયોગને તેમના નામની યાદી આપી દેવામાં આવી છે અને કેબિનેટે તેમાંથી 26 પીએસયૂને વેચવાની મંજૂરી પણ આપી દીધી છે.

irctc business news