નોકરિયાત લોકો અહીં કરો રોકાણ, થશે જબરજસ્ત કમાણી

08 September, 2019 07:01 PM IST  |  મુંબઈ

નોકરિયાત લોકો અહીં કરો રોકાણ, થશે જબરજસ્ત કમાણી

જો તમે નોકરિયાત છો અને તમારો પગાર એટલો છે કે તમામ ખર્ચ કાઢતા પણ પૈસા બચે છે. તો તમારે આ બચતનું રોકાણ કરવું જોઈએ. રોકાણ અંગે લોકોમાં ઘણીવાર કન્ફ્યુઝન હોય છે. સૌથી મોટું કન્ફ્યુઝન છે કે રોકાણ ક્યાં કરવું. ક્યારે કરવું, કેવી રીતે કરેલું રોકાણ યોગ્ય રહેશે ? આ આર્ટિકલમાં અમે તમારા માટે કેટલાક એવા જ રોકાણ વિકલ્પો વિશે વાત કરીશું, જેમાં તમે તમારા પગારનું રોકાણ કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF લાંબા સમય માટે લોકપ્રિય રોકાણનો વિકલ્પ છે. તેમાં સુરક્ષિત રોકાણની સાથે સારુ વ્યાજ પણ મળે છે. તેના પર 7.9 ટકાના દરે વ્યાજ મળે છે, જે બેન્કમાં રોકાણ કરતા સારુ છે. નાની યોજનાઓ જેમ કે PPF પરના વ્યાજ દરની સમીક્ષા સરકાર દર ત્રણ વર્ષે કરે છે. PPFમાં રોકાણ EEE એટલે કે એક્સઝેમ્પટ-એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પટ કેટેગરી પર ટેક્સ ફ્રી હોય છે. રોકાણ કરેલી રકમ કર મુક્ત આવકની સિરીઝમાં આવે છે. મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે, સાથે જ મેચ્યોરિટી પર મળનારી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ

રોકાણ માટે આ પણ સારો વિકલ્પ છે. જે રોકાણકારે નવી નવી નોકરી શરૂ કરી હોય, તે અહીં રોકાણ કરી શકે છે. તેમના માટે આ સારો વિકલ્પ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે અહીં નાની નાની રકમ દર મહિને SIP દ્વારા રોકી શકો છો. અહીં તમે 500 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો.

સોનું

રોકાણ માટે સોનું પણ એક ઓપ્શન છે. તેમાં રોકાણની જુદી જુદી રીતો છે, જેમ કે ગોલ્ડ ETF, ગોલ્ડ ફ્યૂચર, ગોલ્ડ કૉઈન્સ, ગોલ્ડ સ્કીમ. એમાં સૌથી સારુ છે ગોલ્ડ ETF, જેમાં ચોરીનો કોઈ ડર નથી.

બેન્ક RD

રિકરિંગ ડિપોઝિટ એટલે કે આવર્તી જમા ખાતામાં તમે થોડું થોડું કરીને દર મહિને રોકાણ કરી શકો છો. નિયમિત બચત માટે આ યોગ્ય છે. FD અને RD બંને પર મળતા વ્યાજ એક જેવા જ હોય છે. RD પર વ્યાજ દર 7.25 ટકાથી 9 ટકા હોય છે. તે કસ્ટમર પ્લાન અને બેન્ક પર આધારિત છે. મોટા ભાગની બેન્કો રિકરિંગ ડિપોઝિટમાં રોકાણની લઘુત્તમ મર્યાદા 100 રાખે છે. જ્યારે મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. આ ખાતામાં પાંચથી 10 હજાર રૂપિયા મેઈન્ટેઈન કરવા પડે છે.

business news