Intel-Jio Deal: જિયો પ્લેટફૉર્મ્સમાં અમેરિકાની ઇન્ટેલ કૅપિટલનું નિવેશ

03 July, 2020 02:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Intel-Jio Deal: જિયો પ્લેટફૉર્મ્સમાં અમેરિકાની ઇન્ટેલ કૅપિટલનું નિવેશ

જિયો

અમેરિકન ઇન્ટેલ કેપિટલે 9.39 ટકા ઇક્વિટી માટે જિયો પ્લેટફૉર્મ્સમાં 1,894.5 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે. વિશ્વભરમાં બહેતરીન કૉમ્પ્યુટર ચિપ બનાવવા માટે ઇન્ટેલ જાણીતી કંપની છે. 12 ઇન્વેસ્ટર દ્વારા જિયો પ્લેટફૉર્મ્સમાં 25.09 ટકા ઇક્વિટી માટે 1,17,588.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે.

જિયો પ્લેટફૉર્મ્સમાં ઇન્વેસ્ટમેન્ટ 22 એપ્રિલના રોજ ફેસબૂકથી શરૂ થયું હતું, ત્યાર બાદ સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ અટલાંટિંક, કેકેઆર, મુબાડલા અને સિલ્વર લેકે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. પછી અબૂ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથૉરિટી (ADIA), TPG, એલ કેટરટન અને PIFએ પણ નિવેશની જાહેરાત કરી હતી.

ઇન્ટેલ કેપિટલ ઇનોવેટિવ કંપનીઓમાં વિશ્વ સ્તરે નિવેશ કરવાની સાથે, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને 5જી જેવી ટેક્નોલૉજી ક્ષેત્રોમાં કામ કરે છે, જ્યાં જીયો પણ કાર્યરત છે. ઇન્ટેલ કેપિટલ, ઇન્ટેલ કૉર્પોરેશનની ઇન્વેસ્ટમેન્ટ શાખા છે. ઇન્ટેલ બે દાયકાઓથી વધારે સમયથી ભારતમાં કામ કરે છે અને આજે બેંગલુરૂ અને હૈદરાબાદમાં અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓ સાથે ત્યાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાણીએ કહ્યું, "વિશ્વના પ્રૌદ્યોગિતી લીડર્સ સાથે અમારા સંબંધો વધારે ગાઢ થતાં અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ભારતને વિશ્વમાં એક અગ્રણી ડિજિટલ સોસાઇટીમાં પરિવર્તિત કરવાના અમારા દ્રષ્ટિકોણને મૂર્ત સ્વરૂપ આપવામાં આ અમારા સહાયક છે. ઇન્ટેલ એક સચ્ચી ઇન્ડસ્ટ્રી લીડર છે, જે વિશ્વને બદલનારી ટેક્નિક અને નવાચારોને બનાવવાની દિશામાં કામ કરે છે. વૈશ્વિક સ્તરે ઇન્ટેલ કેપિટલ પાસે અગ્રણી પ્રૌદ્યોગિકી કંપનીઓમાં એક મૂલ્યવાન ભાગીદારી થવાનો ઉત્કૃષ્ટ રેકૉર્ડ છે. આ માટે અમે અત્યાધુનિક ટેક્નિકમાં ભારતની ક્ષમતાઓને આગળ વધારવા માટે ઇન્ટેલ સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ જે આપણી અર્થવ્યવસ્થાના બધાં ક્ષેત્રોને સશક્ત બનાવશે અને 130 કરોડ ભારતીયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે."

business news mukesh ambani reliance