બ્રોકર્સને તમામ ડીમૅટ અકાઉન્ટ્સને જૂન અંત સુધીમાં ટૅગ કરવાની સૂચના

21 June, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી જુલાઈથી આવા ડીમૅટમાં શૅર ક્રેડિટ અને ઑગસ્ટથી ડેબિટની મંજૂરી નહીં મળે

પ્રતીકાત્મક તસવીર

કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું હતું કે સ્ટૉક બ્રોકર્સના તમામ ડીમૅટ અકાઉન્ટ્સ, જે અનટૅગ છે, જૂનના અંત સુધીમાં યોગ્ય રીતે ટૅગ કરવાની જરૂર છે.

પહેલી જુલાઈ પછીથી કોઈ પણ ડીમૅટ ખાતામાં સિક્યૉરિટીઝ ક્રેડિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે કૉર્પોરેટ ક્રિયાઓના કારણે ક્રેડિટની પરવાનગી આપવામાં આવશે, એમ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ એક પરિપત્રમાં જણાવ્યું હતું.

બૅન્ક અને ડીમૅટ ખાતાંઓનું ટૅગિંગ એ હેતુને પ્રતિબિંબિત કરે છે કે જેના માટે તે બૅન્ક/ડીમૅટ ખાતાંઓ જાળવવામાં આવે છે અને આવાં ખાતાઓની જાણ સ્ટૉક એક્સચેન્જો/ડિપોઝિટરીઝને થાય છે. સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ઑગસ્ટથી કોઈ પણ ડીમૅટ ખાતામાં સિક્યૉરિટીઝના ડેબિટને મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્ટૉક બ્રોકરે પહેલી ઑગસ્ટથી આવા ડીમૅટ અકાઉન્ટ્સને ટૅગ કરવાની મંજૂરી આપવા માટે સ્ટૉક એક્સચેન્જો પાસેથી પરવાનગી મેળવવી પડશે અને બદલામાં એક્સચેન્જોએ તેમની આંતરિક નીતિ મુજબ દંડ લાદ્યા પછી બે કામકાજના દિવસમાં આવી મંજૂરી આપવી પડશે

business news