દક્ષિણ ભારતનાં રાજ્યોમાં નવી હળદરની આવક શરૂ, શરૂઆતમાં ક્વૉલિટી નબળી હોવાની ફરિયાદો

13 January, 2022 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં હળદરના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા તેલંગણામાં નવી હળદરની આવક શરૂ થવા લાગી છે અને શરૂઆતના માલ નબળા હોવાથી સરેરાશ હળદરની બજારમાં ભાવ નીચા ક્વૉટ થતા હતા.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં હળદરના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા તેલંગણામાં નવી હળદરની આવક શરૂ થવા લાગી છે અને શરૂઆતના માલ નબળા હોવાથી સરેરાશ હળદરની બજારમાં ભાવ નીચા ક્વૉટ થતા હતા. આગામી પંદરેક દિવસ બાદ આવકો રેગ્યુલર શરૂ થઈ જાય એવી સંભાવના દેખાઈ રહી છે.
તેલંગણાના નિઝામાબાદ સેન્ટરમાં નવી હળદરની આવક શરૂ થઈ છે, જેમાં અત્યારે ૨૦ ટકા જેવો ભેજ આવે છે, જે ગત વર્ષે આજ સમયે આવતી નવી હળદરમાં ૮થી ૧૦ ટકા જ ભેજ આવતો હોય છે.
હળદરના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે હળદરની નવી આવક હજી રેગ્યુલર આવતાં વાર લાગશે. ચાલુ વર્ષે સીઝન બેથી ત્રણ સપ્તાહ મોડી છે. નવેમ્બરમાં વાવાઝોડું અને ભારે વરસાદને પગલે પાકને અસર થઈ છે. પરિણામે શરૂઆતના માલ નબળા આવી રહ્યા છે.
નિઝામાબાદમાં નવી હળદરના ભાવ બલ્બ વરાઇટીમાં ૫૩૦૦થી ૬૮૦૦ રૂપિયા અને ફિંગર ક્વૉલિટીમાં ૫૫૦૦થી ૬૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ
રહ્યા છે.
વેપારીઓ કહે છે કે અત્યારે જે હળદર આવશે એની ક્વૉલિટી નબળી રહેશે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આવક આવે એની ક્વૉલિટી ખૂબ જ સારી અને ભેજનું પ્રમાણ ઓછું હશે, પરિણામે એમાં મસાલા બ્રૅન્ડ કંપનીઓની લેવાલી સારી રહે એવી ધારણા છે.

business news