યુદ્ધ અને પ્રતિબંધોની અસરે મોંઘવારી દર લાંબા સમય સુધી ઊંચો રહેશેઃ રિઝર્વ બૅન્ક

02 July, 2022 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાકીય વ્યવસ્થા આર્થિક પુનરુત્થાન માટે સ્થિતિસ્થાપક અને સહાયક રહે છે

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક સ્તરે સતત ઊંચો ફુગાવો ધાર્યા કરતાં વધુ સમય સુધી રહેવાનો છે, કારણ કે ચાલુ યુદ્ધ અને પ્રતિબંધો અર્થતંત્રો પર અસર કરે છે, જે વૈશ્વિક વેપાર વૉલ્યુમમાં વધુ મંદીના સંકેત આપે છે તેમ રિઝર્વ બૅન્કે ગુરુવારે રજૂ કરેલા તેના નાણાકીય સ્થિરતા અહેવાલમાં જણાવ્યું હતું.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે યુરોપમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા જતા ફુગાવાના દબાણના જવાબમાં કેન્દ્રીય બૅન્કો દ્વારા નાણાકીય નીતિ કડક કરવાની ગતિથી વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ વાદળછાયો છે. સ્થાનિક અર્થવ્યવસ્થા વૈશ્વિક પરિસ્થિતિઓ નબળી હોવા તે પુનઃ પ્રાપ્તિના માર્ગ પર રહે છે.

નાણાકીય વ્યવસ્થા આર્થિક પુનરુત્થાન માટે સ્થિતિસ્થાપક અને સહાયક રહે છે. બૅન્કો તેમ જ નૉન-બૅં​કિંગ સંસ્થાઓ પાસે અચાનક આંચકાનો સામનો કરવા માટે પર્યાપ્ત મૂડી પડી છે. ઉચ્ચ ફુગાવાના દબાણ, બાહ્ય આર્થિક મંદી અને ભૌગોલિક રાજકીય જોખમો સાવચેતીપૂર્વક હૅન્ડલિંગ અને નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે તેમ અહેવાલ કહે છે.

business news