માર્ચમાં ઇન્ફ્લેશન ઘટીને છ ટકાની અંદર આવશે

08 December, 2022 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી આશા રાખતી રિઝર્વ બૅન્ક કહે છે કે ફુગાવો ચોથા ક્વૉર્ટરમાં ઘટીને ૫.૯ ટકા સુધી આવી શકે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે બુધવારે ચાલુ નાણાકીય વર્ષના માર્ચ ક્વૉર્ટર સુધીમાં ફુગાવો છ ટકાના ઉપલા લેવલ સ્તરથી નીચે આવવાનો અંદાજ મૂક્યો હતો.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બૅન્ક વિકસિત ફુગાવાની ગતિશીલતા પર ‘અર્જુનની નજર’ (ફોકસ) રાખશે અને ભાવની સ્થિતિનો સામનો કરવા માટે લવચીક વલણ રાખશે.

ક્રૂડ ઑઇલ સહિત વૈશ્વિક કોમોડિટીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ લાંબા સમય સુધી ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને નજીકના ગાળાના અંદાજને અનિશ્ચિતતાએ ઘેરી લીધી છે.

તદુપરાંત સ્થાનિક સેવાક્ષેત્રની પ્રવૃત્તિમાં પુનરુત્થાન પણ ભાવમાં વધારો તરફ દોરી શકે છે, કારણ કે કંપનીઓ ઇન્પુટ ખર્ચ પસાર કરે છે.

રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે આ પરિબળોને ધ્યાનમાં લેતાં અને સરેરાશ ક્રૂડ ઑઇલની કિંમત (ભારતીય બાસ્કેટ) ૧૦૦ ડૉલર પ્રતિ બૅરલ ધારીએ તો ૨૦૨૨-૨૩માં ફુગાવો ૬.૭ ટકા રહેવાનો અંદાજ છે, જેમાં ત્રીજા ત્રિમાસકિ ગાળામાં ૬.૬ ટકા અને ચોથામાં ૫.૯ ટકા રહેવાનો અંદાજ છે.

business news