IndiGoમાં રેલવે કરતા પણ છે સસ્તી ટિકિટ, આ રૂટ પર કરો બુકિંગ

16 May, 2019 06:37 PM IST  |  મુંબઈ

IndiGoમાં રેલવે કરતા પણ છે સસ્તી ટિકિટ, આ રૂટ પર કરો બુકિંગ

દેશની જાણીતી એરલાઈન કંપની ઈન્ડિયો હાલ ફ્લાઈટ ટિકિટ બુકિંગ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે હાલમાં હવાઈ મુસાફરીનું આયોજન કરી રહ્યા છો તો ટિકિટ બુકિંગ માટે અત્યારનો સમય તમારા ઘણાબધા પૈસા બચાવશે. ઈન્ડિગો એરલાઈન્સમાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ માટે માત્ર 999 રૂપિયામાં ટિકિટની કિંમત શરૂ થઈ રહી છે. તો ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટ માત્ર 3,499 રૂપિયામાં શરૂ થઈ રહી છે.

આ તારીખ સુધી કરી શક્શો બુકિંગ ?

આ ઓફરમાં તમે 14મી મે 2019થી લઈને 16મી મે 2019 સુધી ટિકિટ બુક કરી શકો છો.

ક્યારે કરી શક્શો મુસાફરી ?

ઈન્ડિગોની આ ઓફર અતંર્ગત તમે 29 મે 2019થી 28 સપ્ટેમ્બર 2019 સુધી મુસાફરી કરી શકો છો

જો તમારી પાસે ડિજિબેન્કનું ડેબિટ કાર્ડ છે અને તમે તેનાથી પેમેન્ટ કરો છો તો વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ વધુમાં વધુ 750 રૂપિયા સુધી મળશે. આ કેશબેકનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછું 4 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે. જો તમે મોબીક્વિક વોલેટથી પેમેનટ્ કરશો તો 1000 સુધીનું કૅશબેક પણ મળી શકે છે.

ઓ ઓફર અંતર્ગત મોટાભાગની સ્કીમ દિલ્હથી જુદા જુદા સ્થળો સુધીની હવાઈ મુસાફરીની છે. દિલ્હીથી અમદાવાદની ટિકિટ માત્ર 1899 રૂપિયામાં મળી રહી છે. તો દિલ્હથી અબુધાબી માત્ર 6,799માં ટિકિટ મળી રહી છે. દિલ્હીથી વડોદરાની ટિટિક 2,599 રૂપિયામાં મળી રહી છે.

આ પણ વાંચોઃ આનંદો, હવે માત્ર 899 રુપિયામાં કરો હવાઈ સફર !

આટલું રાખો ધ્યાન

- આ ઓફર માત્ર નોન સ્ટોપ ફ્લાઈટ પર લાગુ છે
- આ ઓફર પર બીજી અન્ય ઓફર, સ્કીમ કે પ્રમોશનનો લાભ નહીં મળે
- ઈન્ડિગોની ઓફિશિયલ સાઈટ પરથી ટિકિટ બુક થઈ શકે છે
- ફલાઈટની ટિકિટની કિંમત બદલાઈ શકે છે.

indigo business news