આનંદો, હવે માત્ર 899 રુપિયામાં કરો હવાઈ સફર !

Feb 11, 2019, 16:34 IST

એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ ત્રણ દિવસના સેલમાં રાષ્ટ્રિય અને આતંર રાષ્ટ્રિય ફ્લાઈ્ટસ પર ભારે ઓફર આપી રહ્યું છે. આ ઓફરમાં ફ્લાઈટ્સની કિંમત 899 રુપિયા નેશનલ ફ્લાઈટ્સ માટે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 3,399 રુપિયાથી શરુઆત થાય છે.

આનંદો, હવે માત્ર 899 રુપિયામાં કરો હવાઈ સફર !
માત્ર 899 રુપિયામાં હવાઈ સફર

એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ ત્રણ દિવસના સેલમાં રાષ્ટ્રિય અને આતંર રાષ્ટ્રિય ફ્લાઈ્ટસ પર ભારે ઓફર આપી રહ્યું છે. આ ઓફરમાં ફ્લાઈટ્સની કિંમત 899 રુપિયા નેશનલ ફ્લાઈટ્સ માટે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 3,399 રુપિયાથી શરુઆત થાય છે. આ સાથે અમેરિકન એક્સપ્રેસ, આરબીએસ અને ડીબીએસ કાર્ડના પેમેંટ પર 20 ટકા કેશબેક આપવાનું નક્કી કર્યું છે.

આ ઓફર્સનો લાભ 11 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે લઈ શકાશે. અને આ ઓફર્સનો લાભ 26થી 29 ફેબ્રુઆરી વચ્ચેની યાત્રા માટે જ થઈ શકશે. ઈન્ડિગો એરલાઈન્સ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઓફર નોન સ્ટોપ ફ્લાઇટ્સ ઉપર જ ઉપલબ્ધ છે. સાથે જ આ ઓફરને અન્ય કોઈ પ્રમોશનલ સ્કીમ સાથે જોડી શકાશે નહી. આ વિશે વધુ જાણકારી ઇન્ડિગોની વેબસાઈટ પર મળી રહેશે.

 

આ પણ વાંચો: ડિપ્રેશન માટે કોઈ કારણ ન મળે તો એનું પણ ડિપ્રેશન આવે

 

ચેન્નઇથી બેંગ્લોરની હવાઇ સફર માત્ર 999 રૂ.માં

ઇન્ડિગો એરલાઈન્સે આપેલી માહિતી અનુસાર ચેન્નાઈથી બેંગ્લોર વચ્ચેની કિંમત 999 રુપિયા રાખવામાં આવી છે જ્યારે ચેન્નાઈ થી કોલંબો જવા માત્ર 3,699 રુપિયા ખર્ચવાના રહેશે. આ રીતે દિલ્હી-જયપુરની ટિકિટની કિંમત 1,299 રાખવામાં આવી છે જ્યારે દિલ્હીથી બેંગ્લોર જવાની કિંમત 2,699 રુપિયા રાખવામાં આવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK