ભારતનો અમેરિકાને જવાબ, 29 અમેરિકાના ઉત્પાદનો પર વધારશે કર

15 June, 2019 02:44 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ભારતનો અમેરિકાને જવાબ, 29 અમેરિકાના ઉત્પાદનો પર વધારશે કર

ભારતનો અમેરિકાને જવાબ, 29 અમેરિકાના ઉત્પાદનો પર વધારશે કર

ભારતે અમેરિકાના 29 ઉત્પાદનો પર આયાત કરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ગયા વર્ષે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત શુલ્ક વધારવાના નિર્ણય બાદ ભારતે પ્રતિક્રિયા રૂપે આ અમેરિકાના ઉત્પાદનનો શુલ્ક લગાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાદમાં તેની સમય સીમા અનેક વાર વધારવામાં આવી. અમેરિકાથી આયાત થતા જે ઉત્પાદનો પર ટેક્સમાં વૃદ્ધિ કરવાની યોજના છે તે અખરોટ, બદામ અને દાળો સામેલ છે. આયાત ટેક્સમાં વધારા બાદ ભાતરતને ફાયદો થવાની આશંકા છે. ભારતના આ નિર્ણયથી અમેરિકાના અખરોટ પરનો આયાત ટેક્સ 30 ટકાથી વધીને 120 ટકા થઈ જશે.

ચણા અને મસૂરની દાળ પર શુલ્ક 30 ટકાથી વધીને 70 ટકા થઈ જશે. આ સિવાય બોરિક એસિડ સહિનતા અન્ય રસાયણો પરના ટેક્સમાં પણ વધારો થશે. અમેરિકન સફરજન, નાસપતિ અને અન્ય કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર પણ આયાત શુલ્કમાં વધારો થશે. નાણાકીય વર્ષ 2017-18માં ભારતે અમેરિતામાં 47.9 ડૉલરની નિકાસ કરી હતી. જ્યારે અમેરિકાથી આયાત 26.7 ડૉલરનું થયું.

આ પણ વાંચોઃ અમેરિકાના મજબૂત આર્થિક ડેટા પછી પણ સોનું 14 મહિનાની ટોચે ટકી રહ્યું છે

સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભારતે અમેરિકાને આયાત શુલ્કના દરમાં વૃદ્ધિ કરવાના પોતાના નિર્ણયથી અવગત કરાવી દીધું છે. અમેરિકાએ ગાય વર્ષે માર્ચમાં સ્ટીલ પર આયાત શુલ્ક વધારીને 25 ટકા અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા કરી દીધો હતો. ભારત આ બંને ઉત્પાદનોનું પ્રમુખ નિકાસકાર છે, આ માટે અમેરિકાના આ પગલાથી તેને વર્ષના 24 કરોડ ડૉલરનું વધારે નુકસાન ભોગવવું પડી શકે છે. થોડા દિવસો પહેલા જીએસપીના અંતર્ગત ભારતના મળી રહેલી છૂટ પણ અમેરિકાએ પાછી લીધી છે સૂત્રોના પ્રમાણે એ બાદ જ ભારતે અમેરિકાના ઉત્પાદનો પર આયાત શુલ્કના વધારાના વધુ ન ટાળવાનો નિર્ણય લીધો છે.

united states of america business news