દેશનો મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો પીએમઆઇ ત્રણ મહિનાની ટોચે

02 December, 2022 06:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સઍન્ડપી ગ્લોબલે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માગની સ્થિતિસ્થાપકતાએ ભારતમાં ઉત્પાદન વૃદ્ધિને વેગ આપ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એસઍન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પર્ચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ) ૫૫.૭ સાથે નવેમ્બરમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ત્રણ મહિનામાં સૌથી ઝડપી વિસ્તરણ કર્યું. ઑક્ટોબરમાં ઇન્ડેક્સ ૫૫.૩ હતો. ૫૦થી ઉપરનો ઇન્ડેક્સ હરહંમેશ સારો મનાય છે. એસઍન્ડપી ગ્લોબલે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માગની સ્થિતિસ્થાપકતાએ ભારતમાં ઉત્પાદન વૃદ્ધિને વેગ આપ્યો છે, જેમાં કંપનીઓ ત્રણ મહિના માટે નવા ઑર્ડર અને ઉત્પાદનમાં ઝડપી વધારો નોંધે છે.

કંપનીઓ વૃદ્ધિની સંભાવનાઓ પ્રત્યે મજબૂત વિશ્વાસ ધરાવે છે, આશાવાદને કારણે રોજગારી સર્જનનો બીજો રાઉન્ડ શરૂ થશે, એમ નિવેદનમાં જણાવાયું છે. કંપનીઓએ પણ તેમના માલની આંતરરાષ્ટ્રીય માગમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે, નવા નિકાસ ઑર્ડર મે મહિનાથી બીજા ક્રમની સૌથી ઝડપી ગતિએ વિસ્તરી રહ્યા છે.

business news