સરકારે છૂટ આપ્યા બાદ ભારતીય ટ્રેડરોએ બર્મા સાથે નવા વેપાર કર્યા

12 June, 2021 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે ગઈ કાલે આગામી ખરીફ સીઝન માટે તુવેર સહિતના કઠોળના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો હોવા છતાં વાવેતર વધે તેવા સંજોગો ઓછા છે, કારણ કે ખેડૂતો સોયાબીન, કપાસ તરફ વળે તેવી સંભાવના છે.

સરકારે છૂટ આપ્યા બાદ ભારતીય ટ્રેડરોએ બર્મા સાથે નવા વેપાર કર્યા

કેન્દ્ર સરકારે તાજેતરમાં તુવેર સહિતનાં કઠોળની નિયંત્રણમુક્ત આયાત કરવાની છૂટ આપ્યા બાદ ભારતીય ટ્રેડરોએ આયાતની શરૂઆત કરી દીધી છે. અડદ અને તુવેરનાં મળીને આશરે ૩૦૦ કન્ટેઇનરની આયાત થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. કઠોળ સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે ભારતીય ટ્રેડરોએ બર્માથી કઠોળની આયાત શરૂ કરી છે. સરેરાશ નવી સિઝનનાં કુલ ૩૦૦ કન્ટેઇનરના વેપાર થયા છે, જેમાં ૨૦૦ જેટલા કન્ટેઇનર માત્ર અડદનાં જ છે. આયાત વેપાર અંગે વધુમાં ટ્રેડરે કહ્યું કે અડદના એફએક્યુ ક્વૉલિટીના ૭૩૦ ડૉલર અને સ્ટાન્ડર્ડ ક્વૉલિટીના ભાવ ૮૩૦ ડૉલર પ્રતિ ટન એફઓબીના ભાવથી થયા છે. જ્યારે લેમન તુવેરના ભાવ ૭૩૦ ડોલરના ભાવથી થયા છે. કેન્દ્ર સરકારે ગઈ કાલે આગામી ખરીફ સીઝન માટે તુવેર સહિતના કઠોળના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો હોવા છતાં વાવેતર વધે તેવા સંજોગો ઓછા છે, કારણ કે ખેડૂતો સોયાબીન, કપાસ તરફ વળે તેવી સંભાવના છે. પરિણામે નવી સીઝનમાં કઠોળના ભાવ વધે એ પહેલાં આયાતકારો આયાત કરવા લાગ્યા છે. વળી સરકારે ઑક્ટોબર અંત સુધીની જ આયાત કરવાની છૂટ આપી છે ત્યાર બાદ ફરી નિયંત્રણો આવે તેવી સંભાવના છે.

business news