Share Market: ઘટાડા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 247 અંક નીચે

24 July, 2020 09:46 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: ઘટાડા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 247 અંક નીચે

બીએસઈ

ભારતીય શૅર બજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે ઘટાડા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,804.57 સુધી લપસ્યું, જ્યારે નિફ્ટીએ 11,123.65 સુધી પહોંચ્યુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6%ની નબળાઈ દેખાઈ રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકાની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.12%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29%ના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 247.86 અંક એટલે કે 0.65%ના ઘટાડાની સાથે 37892.61 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70.90 અંક એટલે કે 0.63% ઘટીને 11144.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, રિયલ્ટી, આઈટી અને એફએમસીજી શેરોમાં 0.34-0.72% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.66% ઘટાડાની સાથે 22,700.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરોમાં મજબૂતી દેખાઈ રહી છે.

દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, એક્સિસ બેન્ક, એચડીએફસી, ભારતી ઈન્ફ્રાટેલ, ટીસીએસ અને કોલ ઈન્ડિયા 1.84-2.86% સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, સન ફાર્મા, વિપ્રો, હિરો મોટોકૉર્પ, ઈન્ફોસિસ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.17-3.78% સુધી વધ્યા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange