શરૂઆતના કારોબારમાં આજે સપાટ રહ્યું શૅર બજાર, જાણો કયા શૅરોમાં આવી તેજી

10 July, 2019 10:23 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં આજે સપાટ રહ્યું શૅર બજાર, જાણો કયા શૅરોમાં આવી તેજી

શરૂઆતના કારોબારમાં આજે સપાટ રહ્યું શૅર બજાર,

કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદથી જ શૅર બજારમાં ભારે ઘટાડો સતત જોવા મળ્યો છે. આજે બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ લગભગ 29 અંકોના ઘટાડા સાથે 38,701.99 પર ખુલ્યું. સમાચાર લખાય ત્યા સુધી સેન્સેક્સ ન્યૂનતમ 38,610.29 અંક સુધી પહોંચ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે લગભગ 19 અંકોના ઘટાડા સાથે 11,536.15 પર ખુલ્યું. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતીય શૅર બજારમાં 9 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સમાચાર લખતા સમયે 9 વાગીને 35 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 26.763 અંકોના મામૂલી ઘટાડા સાથે 38,704.09 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9.70 અંકોના મામૂલી ઘટાડા સાથે 11,546.20 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 23 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી YES BANK, Zee Entertainment Enterprises Limited, TITAN, BRITANNIA અને WIPRO શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શેરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી TATA MOTORS, Hindalco Industries Limited, Bajaj Finance Limited, TCS અને UltraTech Cement Limited કંપનીઓના શૅરો લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

sensex nifty bombay stock exchange national stock exchange business news