શૅર બજાર: સેન્સેક્સમાં 400 અંકનો ઘટાડો, નિફ્ટી 100 અંક નીચે ખુલ્યુ

12 May, 2020 09:44 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજાર: સેન્સેક્સમાં 400 અંકનો ઘટાડો, નિફ્ટી 100 અંક નીચે ખુલ્યુ

ભારતીય શૅર બજાર

આજે કારોબારી સત્રના બીજા દિવસે ભારતીય શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 31,141.67 સુધી ઘટ્યું જ્યારે નિફ્ટીએ 9,128.05 સુધી નીચે કારોબાર કરતા દેખાયું. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%ની નબળાઈ દેખાઈ રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.60%ની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.95%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30%ના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 442.44 અંક એટલે કે 1.40%ના ઘટાડાની સાથે 31118.78 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 116.35 અંક એટલે કે 1.26 % ઘટીને 9122.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 2.06-0.28% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 2.09% ઘટાડાની સાથે 18553.60ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી છે.

દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, મારૂતિ સુઝુકી, એચડીએફસી બેન્ક, ઝી એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી અને એચયુએલ 1.90-3.64% સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં વેદાંતા, આઈઓસી, બીપીસીએલ, યુપીએલ, સિપ્લા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.79-4.15% સુધી વધ્યા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange