વધારા સાથે શૅર માર્કેટ ખુલ્યું, BPCL, ટાટા સ્ટીલમાં દેખાઈ તેજી

21 October, 2020 09:45 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધારા સાથે શૅર માર્કેટ ખુલ્યું, BPCL, ટાટા સ્ટીલમાં દેખાઈ તેજી

શૅર માર્કેટ

આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 290.66 અંક ઉપર જઈને 40,835.03ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટીની શરૂઆત 61.75 અંક ઉપર 11,958.55 પર થઈ છે. છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 112.77 અંક ઉપર 40544.37ના સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 23.75 અંકના વધારા સાથે 11896.80ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમા બીપીસીએલ, ટાટા સ્ટીલ, આઈઓસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ છે. તેમ જ બજાજ ફાઈનાન્સ, ગેલ, હિન્ડાલ્કો અને શ્રીસિમેન્ટની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો બધા સેક્ટર્સ વધારા સાથે ખુલ્યા છે. એમા ફાર્મા, આઈટી, મીડિયા, એફએમસીજી, પીએસયૂ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ, ઑટો, બેન્ક અને પ્રાઈવેટ બેન્ક પણ સામેલ છે.

આજે જોવા જઈએ તો બજારમાં બધા સેક્ટર્સમાં ખરીદદારી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 304 અંકનો વધારો છે. નિફ્ટીમાં બીપીસીએલ અને ટાટા મોટર્સના શૅર 2-2 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. ઈન્ડસઈન્ડ બેન્ક અને એચડીએફસીમાં પણ 1-1 ટકાનો વધારો છે. જોકે નેસ્લે ઈન્ડિયા અને એચસીએલ ટેકના શૅરમાં મામૂલી ઘટાડો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange