શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 200 અંક ઉછળીને 46 હજારની પાર

14 December, 2020 09:47 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 200 અંક ઉછળીને 46 હજારની પાર

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજારમાં ખરીદદારી જોવા મળી છે. સવારે પોણા દસ વાગ્યે 204.78 અંકના વધારા સાથે 46,303.79ના સ્તર પર અને નિફ્ટી 61.15 અંક ઉછળીને 13,575ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. શૅર બજારની શરૂઆતમાં બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ફક્ત નિફ્ટીમાં રિયલ્ટીને છોડીને નિફ્ટી ઑટો, નિફ્ટી બેન્ક, પ્રાઈવેટ બેન્ક. આઈટી ઈન્ડેક્સ, પીએસયૂ બેન્ક, રિયલ્ટી ઈન્ડેક્સ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ફાર્મા, મેટલ અને મીડિયા ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય ઠે કે માર્ચના નીચલા સ્તર પર પહોંચ્યા બાદ આઠ ઑક્ટોબરે સેન્સેક્સ 40 હજાર પાર કરીને 40182 પર પહોંચી ગયું હતું. તેમ જ પાંચ નવેમ્બરે સેન્સેક્સ 41,340 પર બંધ થયું હતું. 10 નવેમ્બરે ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સનું સ્તર 43,227 પર પહોંચ્યું હતું, જ્યારે 18 નવેમ્બરે 44180 અને ચાર ડિસેમ્બરે 45000નો આંકડો પાર કર્યો હતો. તેમ જ 9 ડિસેમ્બરે સેન્સેક્સ પહેલીવાર 46000 ઉપર 46103.50ના સ્તર પર બંધ થયું હતું. આજે એટલે 14 ડિસેમ્બરે સેન્સેક્સ 46284.7 પર ખુલ્યું છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange