આજે ફરી વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સમાં 343 અંકનો ઉછાળો

11 August, 2020 09:48 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે ફરી વધારા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સમાં 343 અંકનો ઉછાળો

ભારતીય શૅર બજાર

આજે શરૂઆતના કારોબારમાં બજાર બીજા દિવસે શૅર બજાર વધારા સાથે ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,503.27 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,358.85 સુધી ઉછળ્યું છે. સેન્સેક્સ 0.90% અને નિફ્ટીમાં 0.85%ની મજબૂતી જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.56%ની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.61%નો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74%ના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 343.84 અંક એટલે કે 0.90%ના વધારાની સાથે 38525.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 96 અંક એટલે કે 0.85% ઉછળીને 11366.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં 1.99-0.50% ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.37% ઘટાડાની સાથે 22200.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રિડ, ઝિ એન્ટરટેનમેન્ટ, ટાટા સ્ટીલ અને બીપીસીએલ 1.71% સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં શ્રી સિમેન્ટ, ટાઈટન, ભારતી ઈન્ફ્રાટેલ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ અને ભારતી એરટેલ 0.17-4.23%સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ઈમામી, નેટકો ફાર્મા, સેલ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને નાલ્કો 7.04-3.16 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ફોએજ, ક્રિસિલ, અજંતા ફાર્મા, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ 2.26-0.71 ટકા સુધી લપસ્યા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange