માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની એક્સપાઈરી પહેલા શૅરબજાર ઘટ્યો

23 September, 2020 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની એક્સપાઈરી પહેલા શૅરબજાર ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

આવતી કાલે માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની એક્સપાઈરી છે તે પહેલા સ્થાનિક શૅરબજારો સતત પાંચમાં સત્રમાં ઘટ્યા હતા.

તોફાની વધઘટ બાદ સેન્સેક્સ 65.66 પોઈન્ટ્સ (0.17 ટકા) ઘટીને 37,668.42ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 21.80 (0.20 ટકા) ઘટીને 11,131.90 બંધ રહ્યો હતો. 1212 કંપનીઓના શૅર્સ વધ્યા હતા, 1382 કંપનીઓના શૅર્સ ઘટ્યા હતા અને 155 શૅર સ્થિર રહ્યા હતા.

નિફ્ટીમાં એક્સિસ બૅન્ક, ગેઈલ, કોલ ઈન્ડિયા, એચયુએલ અને ઈન્ફોસિસના શૅર્સ સૌથી વધુ વધ્યા હતા અને ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રાટેલ, તાતા સ્ટીલ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બૅન્કના શૅર્સ સૌથી અધિક ઘટ્યા હતા.   

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકા ઘટીને 14,238 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.07 ટકા ઘટીને 14,500ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક, 0.19 ટકા, ફાઈ.સર્વિસ 0.11 ટકા, એફએમસીજી 0.03 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.21 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.79 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી પીએસયુ બૅન્ક સૂચકાંક 1.50 ટકા, ફાર્મા 1.61 ટકા, મેટલ 0.39 ટકા, મીડિયા 2.37 ટકા, આઈટી 0.30 ટકા અને ઓટો સૂચકાંક 0.06 ટકા ઘટ્યા હતા.

sensex nifty