બજારમાં હાહાકાર: સેન્સેક્સ 624 અંક તૂટ્યું, નિફ્ટી 11000ની નીચે બંધ

13 August, 2019 04:17 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

બજારમાં હાહાકાર: સેન્સેક્સ 624 અંક તૂટ્યું, નિફ્ટી 11000ની નીચે બંધ

બજારમાં હાહાકાર

મંગળવારના દિવસે ભારતીય શૅર બજાર માટે મંગળકારી સાબિત નહીં થયો. કારોબારના અંતિમ કેટલાક કલાકોમાં થયેલી વેચવાલીથી BSEના સેન્સેક્સમાં 623.75 અંકોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને આ 1.66% તૂટીને 36,958.16 સ્તર પર બંધ થયું. આ રીતે એનએસઈના નિફ્ટી 50 પણ 1.65% અથવા 183.80 અંક તૂટીને 10925.85 સ્તર પર બંધ થયા. ઑટો, આઈટી અને ફાઈનાન્શિયલ સેક્ટરના શૅરોમાં સૌથી વધારે વેચવાલી જોવા મળી.

ગેનર્સ અને લૂઝર્સ: નિફ્ટી 50માં સામેલ જે કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે તેજી જોવા મળી એમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 15.26%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9.49%, સન ફાર્મા 4.27% અને GAIL 1.37% સામેલ છે. બીજી તરફ જે શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો એમાં યસ બેન્ક 11.02%, બજાજ ફાઈનાન્સ 6.05%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 6%, યૂપીએલ 5.85% અને આઈશર મોટર્સ 5.78% સામેલ છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news