શૅર બજાર આજે ફરી ઉછળ્યું, સેન્સેક્સ-નિફ્ટી રેકૉર્ડ સ્તરે પહોંચ્યું

29 December, 2020 09:50 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજાર આજે ફરી ઉછળ્યું, સેન્સેક્સ-નિફ્ટી રેકૉર્ડ સ્તરે પહોંચ્યું

બીએસઈ

આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 225.30 અંકની તેજી સાથે 47,579.05ના સ્તર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 65.80 અંક ઉપર 13,939ના સ્તર પર ખુલ્યું. છેલ્લા કારોબારી દિવસે BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 380.21 અંક એટલે 0.81 ટકાના વધારા સાથે 47,353.75 અંકના સ્તર પર બંધ થયું છે. તેવી જ રીતે NSE Nifty 123.95 અંક એટલે 0.90 ટકાની તેજી સાથે 13,873.20 અંકના સ્તર પર બંધ થયું. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ફાર્મા છોડીને બાકી બધા ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયું છે. અમેરિકામાં 2.3 ટ્રિલિયન ડૉલરના પ્રોત્સાહન પેકેજ અને અંતિમ સમયમાં બ્રેક્ઝિટ ડીલથી જોડાયેલાના સમાચારથી શૅર બજારમાં આ ઉત્સાહલ જોવા મળ્યો.

શરૂઆતના કારોબારમાં આજના પ્રમુખ શૅરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ગ્રાસિમ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને જેએસડબ્યૂ સ્ટીલના શૅર લીલા નિશાનમાં ખુલ્યા છે. તેમ જ પાવર ગ્રિડ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, ડિવિસ લેબ અને એચડીએફસી લાઈફના શૅલ લાલ નિશાનમાં ખુલ્યા છે.

છેલ્લા કારોબારી દિવસ સેન્સેક્સની કંપનીઓનામાં ટાઈટન, એસબીઆઈ, એલએન્ડટી, ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક અને એશિયન પેન્ટ્સના શૅર લાભમાં રહ્યા છે. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક બેન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ અને ઓએનજીસીના શૅરોમાં વધારો રહ્યો. તેમ જ બીજી તરફ હિન્દુસ્તાન યૂનિલીવર, સન ફાર્મા, ડૉ રેડ્ડીઝ અને બજાજ ફિનસર્વના શૅરોમાં ઘટાડો રહ્યો. સેન્સેક્સના 30 શૅરોમાં 26માં લાભ અને ચારમાં ઘટાડો આવ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં સેન્સેક્સ 529.36 અંક એટલે 1.14 ટકાના વધારા સાથે 46,973.54 અંક પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 148.15 અંક એટલે 1.09 ટકાના લાભ સાથે 13,749.25 અંક પર બંધ થયું હતું.

ચાર કારોબારી સત્રોમાં રોકાણકારોની મૂડી 8.22 લાખ કરોડ રૂપિયા વધી છે. બીએસઈના 30 શૅરોવાળા સેન્સેક્સ સોમવારે 380.21 અંક એટલે 0.81 ટકાના વધારા સાથે 47,353.75 અંક પર બંધ થયું. કારોબાર દરમિયાન સેન્સેક્સે એક સમયે 47,406.72 અંક એટલે ઉચ્ચ સ્તર સ્પર્શ કર્યું. છેલ્લા કારોબારી સત્રમાં ગયા અઠવાડિયે સેન્સેક્સ 529.36 અંક એટલે 1.14 ટકાના વધારા સાથે 46,973.54 અંક પર બંધ થયું હતું. શુક્રવારે ક્રિસમસના અવસરે બજાર બંધ રહ્યા હતા. સતત ચાર સત્રોમાં સેન્સેક્સ 1799.79 અંક એટલે 3.95 ટકા ચઢ્યું. સેન્સેક્સમાં આ વધારે બીએસઈના સૂચિબદ્ધ કંપનીઓના બજાર પૂંજીકરણ 8,22,841.6 કરોડ રૂપિયા વધીને 1,87,02,164.65 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. શુક્રવારે ક્રિસમસના અવસરે બજાર બંધ હતું.

business news sensex nifty bombay stock exchange national stock exchange