Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર

19 January, 2021 09:40 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર

બીએસઈ

ભારતીય શૅર બજારમાં મંગળવારે શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 336.04 અંકના વધારા સાથે 48,900.31 પર ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 20 મિનિટ પર તે 0.98 ટકા એટલે 478.22 અંકના વધારા સાથે 49,042.49 પર વેપાર કરતા જોવા મળ્યો હતો. આ સમયે સેન્સેક્સના 30 શૅરોમાંથી 29 શૅર્સ લીલા નિશાન પર અને ફક્ત એક શૅર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સૌથી વધારે તેજી બજાજ ફાઈનાન્સમાં 1.83 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅરમાં 1.76 ટકા જોવા મળ્યો.

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સમાં પણ શરૂઆતના કારોબારમાં પણ તેજી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી સવારે 9 વાગીને 30 મિનિટ પર 0.83 ટકા એટલે 118.80 અંકની તેજી સાથે 14,400.10 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના 50 શૅરોમાંથી 47 શૅર લીલા નિશાન પર અને માત્ર 3 શૅર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. નિફ્ટીના શૅરોમાંથી સૌથી વધારે તેજી ગ્રાસિમમાં 3.15, ટાટા મોટર્સમાં 2.87 અને ઓએનજીસીમાં 2.17 ટકા જોવા મળી હતી.

સેક્ટોરિયલ સૂચકાંકોનો હાલ

સેક્ટોરિયલ સૂચકાંકોની વાત કરીએ તો મંગળવારે શરૂઆતના કારોબારમાં તમામ સૂચકાંક લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. શરૂઆતના કારોબારમાં નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 0.88 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ 25/50માં 1.09 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.90 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 2.46 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.78 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 1.28 ટકા, નિફ્ટી મેટલમાં 1.16 ટકા, નિફ્ટી મીડિયામાં 2.52 ટકા, નિફ્ટી આઈટીમાં 1.02 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.22 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.79 ટકાની તેજી જોવા મળી હતી.

sensex nifty bombay stock exchange national stock exchange business news