Share Market: ઘટાડા સાથે ખુલ્યું માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર

22 January, 2021 11:23 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: ઘટાડા સાથે ખુલ્યું માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર

બીએસઈ

આજના સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શૅર બજાર લાલ નિશાનમાં ખુલ્યું છે. સવારે 9.19 વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 96.73 અંક ઘટીને 49,528.03ના સ્તર અને નિફ્ટી 14.20 અંક તૂટીને 14,576.15ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 32 શૅર લીલા નિશાન પર અને 18 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા કારોબારી દિવસે Sensex 50,000નો આંકડો પાર કર્યો હતો. પરંતુ બાદ ઘટાડા સાથે બંધ થયું. Sensex 167.36 અંકના ઘટાડા સાથે 49,624.76 અંકના સ્તર પર બંધ થયું છે. Nifty 54.35 અંકના ઘટાડા સાથે 14,590.35 અંકના સ્તર પર બંધ થયું છે.

આજે શરૂઆતાના કારોબારમાં પ્રમુખ શૅરોમાં નેસ્લે ઈન્ડિયા, એમએન્ડએમ, રિલાયન્સ, મારૂતિ, બજાજ ફિનસર્વ, બજાજ ઑટો, એશિયન પેન્ટ્સ અને એચસીએલ ટેકના શૅર લીલા માર્કમાં ખુલ્યા. તેમ જ એક્સિસ બેન્ક, સનફાર્મા, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, ટીસીએસ, ઈન્ફોસિસ અને એનટીપીસીના શૅર લાલ માર્કમાં ખુલ્યાં છે.

છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 223.17 અંકના વધારા સાથે 50,015.29ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 63 અંકની તેજી સાથે 14,707.70ના સ્તર પર ખુલ્યું હતું. કાલે Sensex પર ઓએનજીસીના શૅરોમાં સૌથી વધારે ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બજાજ ફાઈનાન્સના શૅરોમાં 2.72 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એ સિવાય બજાજ ઑટોના શૅરમાં 2.71 ટકાની તેજી જોવા મળી.

રૂપિયામાં સતત ત્રીજા દિવસે તેજી વધી રહી છે. ગુરૂવારે રૂપિયો પાંચ પૈસાની તેજી સાથે લગભગ પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તર 72.99 પર બંધ થયું છે. ઈન્ટબેન્ક વિદેશી મુદ્રા બજારમાં અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 72.96 પર ખુલ્યું અને દિવસના કારોબાર દરમિયાન 72.93ના ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યું. કાલે વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.87 ટકા ઘટીને 55.59 ડૉલર પ્રતિ બેરલ પર હતું.

sensex nifty bombay stock exchange national stock exchange business news