Share Market: મામૂલી વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 33 અંક ઉપર

21 September, 2020 09:35 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: મામૂલી વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 33 અંક ઉપર

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજારમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઉછાળો દર્શાવે છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 38,939.82 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,528.15 સુધી ઉછળા છે. સેન્સેક્સ 0.09 અને નિફ્ટીમાં 0.10 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી અને મિડકેપ શેરોમાં નબળાઈનું દબાણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.10 ટકાની નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 33.98 અંક એટલે કે 0.09 ટકાના વધારાની સાથે 38879.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 11.90 અંક એટલે કે 0.10 ટકા ઉછળીને 11516.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં0.04-0.71 ટકા વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.23 ટકા મજબૂતીની સાથે 21,980.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદારી દેખાઈ રહી છે.

દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ અને કોટક મહિન્દ્રા બેન્ક 1.13-4.00 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, સિપ્લા, ગેલ, ટાટા મોટર્સ, પાવર ગ્રિડ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.18-1.45 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, રાજેશ એક્સપોર્ટ્સ, 3એમ ઈન્ડિયા, સન ટીવી નેટવર્ક અને નેટકો ફાર્મા 2.96-2.53 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં કંટેનર કૉર્પ, જેએસડબ્લ્યુ એનર્જી, જિંદાલ સ્ટીલ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને યુનિયન બેન્ક 2.11-1.49 ટકા સુધી તૂટયા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange