Opening Bell: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 અંક મજબૂત

28 December, 2020 09:48 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: શૅર બજાર વધારા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 અંક મજબૂત

બીએસઈ

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 180.05 અંકોના વધારા સાથે 47,153.59ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટીની પણ શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે. બેન્ક, ઑટો અને મેટલ શૅરોમાં બજારને સારો સપોર્ટ મળી રહ્યો છે. હાલ સેન્સેક્સ લગભગ 300 મજબૂત અને તે 47284ના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. બજાર શુક્રવારે ક્રિસમસના અવસરે બંધ હતું. ક્રિસમકના કારણે એશિયા, યૂરોપ અને વૉલ સ્ટ્રીટ સહિત વૈશ્વિક બજાર પર બંધ રહ્યા હતા.

ગુરૂવારે સ્થાનિક બજાર સતત ત્રીજા સત્રમાં વધારા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, ફાઈનાન્સ અને ફાર્મા સેક્ટરની કંપનીઓના શૅર્સમાં વેચાણ રહ્યું હતું. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 529.36 અંક એટલે 1.14 ટકાના ઉછાળા સાથે 46,973.54 અંકના સ્તર પર બંધ થયું હતું. એવી જ રીતે NSE Nifty 148.15 અંક એટલે 1.09 ટકાના ઉછાળા સાથે 13,749.25 અંકના સ્તર પર બંધ થયું હતું. મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. જોકે આઈટી કંપનીઓના શૅરોમાં વેચવાલી જોવા મળી હતી.

સ્થાનિક શૅર બજારોમાં મજબૂત શરૂઆત અને વિદેશી મુદ્રા પ્રવાહને કારણે ગુરૂવારે અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો શરૂઆતના કારોબારમાં 14 પૈસા વધીને 73.62 રૂપિયા પ્રતિ ડૉલર પર પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના રોકાણના પ્રવાહ અને સ્થાનિક બજારની તેજી વચ્ચે અંતર ગુરૂવારે અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 21 પૈસાની તેજી સાથે 73.76 પર બંધ થયો હતો.

business news sensex nifty bombay stock exchange national stock exchange