Share Market:50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU બેન્કના શૅરમાં ઉછાળો

12 January, 2021 03:50 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market:50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU બેન્કના શૅરમાં ઉછાળો

બીએસઈ

ઘરેલૂ શૅર બજારોમાં સતત ત્રીજા સત્રમાં વધારો જોવા મળ્યો. આની મદદથી ઘરેલૂ સૂચકાંકો નવા રેકોર્ડ ઉચ્ચ સત્રે બંધ થયા છે. BSEના શૅરો પર આધારિત સંવેદી સૂચકાંક 247.79 અંક એટલે 0.50 ટકાના વધારા સાથે 49,517.11 અંકના સ્તર પર પહોંચ્યું હતું. બીજી તરફ NSE Nifty 78.70 અંક એટલે 0.54 ટકાની તેજી સાથે 14,563.50 અંકના સ્તર પર બંધ થયું. નિફ્ટી પીએસયૂ બેન્ક ઈન્ડેક્સ છ ટકા વધીને બંધ થયું છે, બીજી તરફ નિફ્ટી બેન્ક, ઑટો, ઈન્ફ્રા અને એનર્જી ઈન્ડેક્સ લગભગ એક-એક ટકાના વધારા સાથે બંધ થયું છે.

Sensex ભારતી એરટેલના શૅરોમાં સર્વાધિક 3.95 ટકાનો વધારો જોવા મળ્યો. એવી જ રીતે ભારતી એરટેલ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, આઈટીસી, એક્સિસ બેન્ક, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવરગ્રિડ અને લાર્સન એન્ડ ટુબ્રોના શૅર ગ્રીન માર્ક સાથે બંધ થયા છે.

બીજી તરફ એશિયન પેન્ટ્સના શૅર 3.93 ટકા તૂટીને બંધ થયા છે. એ સિવાય હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેજ, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડૉ રેડ્ડીઝ, મારૂતિ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, બજાજ ઑટો અને ટીસીએસના શૅર લાલ માર્ક સાથે બંધ થયા છે.

આના પાછલા સત્રમાં Sensex 49,269 અંકના સ્તર પર બંધ થયો હતો. તેમ જ મંગળવારે સેન્સેક્સ 49,228.26 અંકના સ્તર પર ખુલ્યું છે. દિવસના કારોબાર દરમિયાન એક સમયમાં સેન્સેક્સ 49,569.14 અંકના સ્તર પર પહોંચી ગયો હતો.

business news sensex nifty bombay stock exchange national stock exchange