Share Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર

21 January, 2021 09:42 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર

ફાઈલ તસવીર

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર હવે અત્યારના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર 50,000નો આંકડો વટાવી ગયો છે. સવારે 9.20 વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 275.61 અંક ઉછળીને 50,067.73ના સ્તર પર અને નિફ્ટી 85 અંક મજબૂત થઈને 14,729.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 44 શૅર લીલા નિશાન પર અને 6 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. બુધવારના શૅર બજાર રૅકોર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયું છે. સેન્સેક્સ 393.83 અંકના વધારા સાથે 49,792.12 અંકના સ્તર બંધ થયું હતું. Nifty 123.50 અંકની તેજી સાથે 14,644.70 અંકના સ્તર પર બંધ થયું. આવું પહેલીવાર છે જ્યારે સેન્સેક્સે 50,000નો આંકડો પાર કર્યો છે.

સેન્સેક્સના શૅરોમાં બજાજ ફિનસર્વમાં 3.45 ટકાની તેજી રહી, એના બાદ RELIANCE, INDUSINDBK, HCLTECH, BAJAJ-AUTOના શૅરમાં તેજી જોવા મળી. તેમ જ TCS, HDFC, HDFCBANK અને BHARTIARTL શૅરમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયાઈ શૅર આજે નવી વિક્રમ ઉંચાઈએ પહોંચી ગયા છે. હકીકતમાં રોકાણકારોને નવા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પાસેથી COVID-19 રોગચાળાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ આર્થિક પ્રોત્સાહનની અપેક્ષા રાખતા હતા.

બજારમાં તેજી આવવાનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સતત રોકાણ કરવું પણ છે. જાન્યુઆરીમાં અત્યાર સુધી એફઆઈઆઈએ 20,236 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારત કોરોના વાઈરસ રોગચાળા વિરૂદ્ધ રસીકરણ અંગે સકારાત્મક સમાચારોથી બજારમાં તેજી યથાવત છે.

છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 39.97 અંકના વધારા સાથે 49,438.26ના સ્તર પર ખુલ્યું હતું. નિફ્ટી 12 અંકની મામૂલી તેજી સાથે 14,533.20ના સ્તર પર ખુલ્યું હતું.

એમેઝોનને ઝટકો આપતા સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાએ ફ્યુચર ગ્રુપને રિલાયન્સે પોચાની સંપત્તિ વેચવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. 24,713 કરોડ રૂપિયાના આ સોદા પર સેબીની વાતથી રિલાયન્સ-ફ્યૂચરને મોટી રાહત મળી છે. એનાથી રિલાયન્સના શૅરોમાં તેજી આવી છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange