Sensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ

21 January, 2021 03:41 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ

બીએસઈ

ઘરેલૂ શૅર બજારમાં ગુરૂવારે ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સવારના સત્રમાં 304 અંકના વધારા સાથે ખુલ્યા બાદ પહેલીવાર Sensex 50,000નો આંકડો પાર કરી ગયો છે. પરંતુ બાદમાં Sensex પોતાનો વધારો જાળવી શક્યો નહીં અને ઘટાડા સાથે બંધ થયું છે. BSE Sensex 167.36 અંક એટલે 0.34 ટકાના ઘટાડા સાથે 49,624.76 અંકના સ્તર પર બંધ થયું છે. એ જ રીતે NSE Nifty 54.35 અંક એટલે 0.37 ટકાના ઘટાડા સાથે 14,590.35 અંકના સ્તર પર બંધ થયું છે.

Sensex પર ઓએનજીસીના શૅરોમાં સૌથી વધારે ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમ જ એનટીપીસીના શૅરમાં 2.19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એ સિવાય સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી, એસબીઆઈ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક, ટીસીએસ, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતિ, એચસીએલ ટેક, ટાઈટન, ડૉ રેડ્ડીઝ, પાવરગ્રિડ અને ઈન્ફોસિસના શૅર્સ લાલ માર્કમાં બંધ થયા છે.

બીજી તરફ બજાજ ફાઈનાન્સના શૅરમાં 2.72 ટકાનો વધારો જોવા મળ્યો છે. એ સિવાય બજાજ ઑટોના શૅરમાં 2.71 ટકાની તેજી જોવા મળી હતી. એ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, એશિયન પેન્ટ્સ, હિન્દુસ્તાન યૂનિલીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેન્કના શૅર્સ ગ્રીન માર્ક સાથે બંધ થયા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange