Share market : શૅર માર્કેટમાં જબરદસ્ત ધડાકો, સેન્સેક્સ 938 અંક તૂટ્યું

27 January, 2021 04:21 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share market : શૅર માર્કેટમાં જબરદસ્ત ધડાકો, સેન્સેક્સ 938 અંક તૂટ્યું

શૅર માર્કેટ

ઘરેલૂ શૅર બજારોમાં સતત ચોથા સત્રમાં બુધવારે ભારે ઘટાડા જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઑટોમોબાઈલ, મેટલ અને ફાર્મા કંપનીઓના શૅરમાં ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ખરાબ રીતે લપસી ગયા. BSEના 30 શૅરો પર આધારિત સૂચકાંક 937.66 અંક એટલે 1.94 ટકા લપસીને 47,409.93 અંકના સ્તર પર બંધ રહ્યો છે. તેમ જ Nifty 271.40 અંક એટલે 1.91 અંક તૂટીને 13,967.50 અંકના સ્તર પર બંધ થયું. નિફ્ટી પર ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક. ટાટા સ્ટીલ, ગેલ અને ટાઈટનના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.

તેમ જ ટેક મહિન્દ્રા એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરેન્સ, વિપ્રો, આઈટીસી અને પાવરગ્રિડના શૅર વધારા સાથે બંધ થયા છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો એફએમસીજી સેક્ટરને છોડીને બાકી તમામ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા છે.

Sensex પર એક્સિસ બેન્કના શૅરોમાં સૌથી વધારે 4.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તેમ જ ટાઈટનના શૅર 3.88 ટકા, ઈન્ડસઈન્ડ બેન્કનાં શૅર 3.61 ટકા, એચડીએફસી બેન્કના શૅર 3.60 ટકા અને ડૉ રેડ્ડીઝના શૅર 3.50 સુધી તૂટી ગયા. એ સિવાય એચડીએફસી, એશિયન પેન્ટ્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅરોમાં પણ ત્રણ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો.

એ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, એસબીઆઈ, ભારતી એરટેલ, ઓએનજીસી, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, બજાજ ફિનસર્વ, બજાજ ઑટો, હિન્દુસ્તાન યૂનિલીવર અને લાર્સન એન્ડ ટુબ્રોના શૅર લાલ નિશાન સાથે બંધ થયા છે.

બીજી તરફ ટેક મહિન્દ્રાના શેર્સમાં મહત્તમ 2.57 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રિડ, આઇટીસીના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news