શૅર ર્માંકટમાં કાલના ઘટાડા બાદ આજે દેખાઈ રોનક, સેન્સેક્સ 261 અંક ઉપર

16 October, 2020 09:48 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર ર્માંકટમાં કાલના ઘટાડા બાદ આજે દેખાઈ રોનક, સેન્સેક્સ 261 અંક ઉપર

શૅર માર્કેટ

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 261.39 અંક ઉપર 39,989.80ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત 47.05 અંક ઉપર 11,727.40 પર થઈ છે. છેલ્લા કારોબારી દિવસે બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1066.33 અંક નીચે 39728.41ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 290.70 અંકના ઘટાડા સાથે 11680.35ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ડૉક્ટર રેડ્ડી અને સિપ્લાના શૅરની શરૂઆત લીલા નિશાન પર ખુલ્યું છે. તેમ જ એનટીપીસી, આઈશર મોટર્સ, પાવર ગ્રિડ, એક્સિસ બેન્ક અને એશિયન પેન્ટ્સની શરૂઆત ઘટાડા સાથે થઈ છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે ફાર્મા સેક્ટરની શરૂઆત સપાટ થઈ છે. આ સિવાય અન્ય બધા સેક્ટર્સ વધારા સાથે ખુલ્યું છે. એમાં મીડિયા, એફએમસીજી, આઈટી, પીએસયૂ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ, ઑટો, બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.

રોકાણકારોના 3.25 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ગુરૂવારે શૅર બજારોમાં જોરદાર ઘટાડાથી રોકાણકારોની 3.25 લાખ કારોડ રૂપિયાની પૂંજી ડૂબી ગઈ છે. શૅર બજારોમાં છેલ્લા દસ કારોબારી દિવસથી તેજીનો સિલસિલો ગુરૂવારે થોભી ગયો હતો. બીએસઈના 30 શૅરોવાળા સેન્સેક્સ 1066.33 અંક એટલે 2.61 ટકાના નુકસાનથી 39,728.41 અંક પર બંધ થયું.

business news sensex nifty bombay stock exchange national stock exchange