ઉછાળા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સે પાર કર્યો 40,000નો આંકડો

08 October, 2020 09:43 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉછાળા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સે પાર કર્યો 40,000નો આંકડો

શૅર માર્કેટ

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે ગુરૂવારે શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સની શરૂઆત 322.13 અંક ઉપર જઈને 40,201.08ના સ્તર પર થઈ છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 90.85 અંકના વધારા સાખે 11829.70ના સ્તર પર ખુલ્યું છે.

આજના પ્રમુખ શૅરોમાં ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શૅર લીલા નિશાનમાં ખુલ્યા છે. તેમ જ રિલાયન્સ, એશિયન પેન્ટ્સ, બજાજ ઑટો, નેસ્લે ઈન્ડિયા અને અદાણી પોર્ટ્સની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે.

છેલ્લા કારોબારી દિવસે સતત પાંચમાં કારોબારી સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 304.38 અંક ઉપર જઈને 39878.95 સ્તર પર બંધ થયું હતું ત્યારે નિફ્ટી 76.45 અંકના વધારા સાથે 11738.85ના સ્તર પર બંધ થયું હતું.

business news sensex nifty bombay stock exchange national stock exchange